ગુજરાત: દિવાળી દરમિયાન ACB અધિકારીઓની બાજ નજર, લાંચિયો અધિકારી સકંજામાં ફસાયો
- વડોદરા કોર્પોરેશનનો કર્મચારી દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો
- એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચર્ચાનો વિષય
- ગેરકાયદેસર ઉભી થયેલી મિલકતને તોડાવવા માટે ફરિયાદી પાસે લાંચ માગી
ગુજરાતમાં દિવાળી દરમિયાન ACB અધિકારીઓની લાંચિયો અધિકારી પર બાજ નજર છે. જેમાં લાંચિયો અધિકારી કાજુ-બદામ અને રોકડા રૂપિયા સાથે ઝડપાયો છે. તેમાં ગેરકાયેદ મિલકત તોડવવા માટે લાંચ માંગી હતી. જેમાં યોગેશ પરમાર નામના યુવકની ACBએ ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં લાગી આગ
વડોદરા કોર્પોરેશનનો કર્મચારી દોઢ લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયો
લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમ ફરિયાદ પાસેથી લીધું હતુ. દિવાળી દરમિયાન ACB અધિકારીઓ પર નજર રાખતું હોય છે. આ વચ્ચે વડોદરા કોર્પોરેશનનો કર્મચારી દોઢ લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયો હતો. જેના પર ACB ધ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ લાંચમાં ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમની માંગણી કરી હતી. આ અંગેની માહિતી અનુસાર,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર(ટીડીઓ) જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યૂટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને આજે વડોદરા એસીબીએ રૂ. 1.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડયા હતાં.
એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચર્ચાનો વિષય
એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દોઢ લાખની લાંચ ઉપરાંત પરફ્યુમ, કાજુ-બદામ અને મીઠાઇઓના પેકેટો પણ એસીબી દ્વારા કબજે કરવામાં આવ્યા હતાં. પીએ યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. તેમજ એવું પણ સામે આવ્યું છેકે, ટી.ડી.ઓના પીએ તરીકે કામ કરતા યોગેશ પરમારની એસીબીએ ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદેસર ઉભી થયેલી મિલકતને તોડાવવા માટે ફરિયાદી પાસે લાંચ માગી હતી. મહિલા ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમ સહિતની સામગ્રી પણ મેળવી હતી.