ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં લાગી આગ

Text To Speech
  • 5 તંબુમાં લાગી હતી આગ
  • રાત્રે ફટાકડા ફોડતી વખતે લાગી આગ
  • વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ પાછળના ભાગે લાગી આગ

ગુજરાતના પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં આગ લાગી હતી. જેમાં રાત્રે ફટાકડા ફોડતી વખતે આગની ઘટના બની હતી. તેથી 5 તંબુમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ પાછળના ભાગે આગ લાગતા તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા

5 જેટલા તંબુમાં આગ લાગી હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા છે. સાળંગપુર ખાતે આતશબાજી ઉજવણી કરતા આગ લાગી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં મંદિર ખાતે રાત્રીના સમયે દિવાળી નિમિતે આતશબાજી કરાઈ હતી. જેમાં વ્હાઇટ હાઉસ બિલ્ડીંગ પાછળ ઊભા કરાયેલ તંબુમાં આગ લાગી હતી. આતશબાજી કરવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમાં દૂર દૂર સુધી ઊંચા ઊંચા આગના ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા.

મંદિર ખાતે હાલ 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ

મંદિર ખાતે હાલ 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ ઊજવાય રહ્યો છે. જેમાં 5 જેટલા તંબુમાં આગ લાગી હોવાનું અનુમાન છે. જેમાં તંબુમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થયો છે. હાલ મહોત્સવ અને દિવાળી ઉજવણીને લઈ હજારો ભાવિકો હાજર છે. ત્યારે સદનસીબે કોઈ દુર્ઘટના થઇ નથી. પણ તંબુ એટલે કે ટેન્ટ સંપૂર્ણ બળીને ખાખ થયા છે. આગના ગોટા જોઈ પસાર થતા બાઇક ચાલકે વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

Back to top button