ગુજરાત: DGP વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓના હિતમાં લેવાયો નિર્ણય


- પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ.1.50 લાખની લોન અપાશે
- નવા જોડાતા પોલીસ કર્મચારીઓને લગ્ન માટે લોન મળશે
- અગાઉ કર્મચારીઓના સંતાનોના લગ્ન માટે લોન અપાતી
ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં નવા જોડાતા પોલીસ કર્મચારીઓને લગ્ન માટે લોન મળશે. તેમાં અત્યાર સુધી પોલીસ કર્મચારીઓના સંતાનોના લગ્ન માટે લોન અપાતી હતી. તેમજ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ.1.50 લાખની લોન અપાશે.
આ પણ વાંચો: મહારાજ ફિલ્મની રિલીઝ પર વિવાદ થતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ ફિલ્મ જોવા જશે
પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર
તાજેતરમાં પણ ગુજરાત પોલીસને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર હતા. પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી હતી. તેમાં આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. આ પહેલા એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ આઈજીને સોંપાઈ હતી. જેમાં અત્યારે બદલાવ કરવામાં આવ્યો છે. બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરી દેવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી
રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અત્યારે ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને લઈને ડીજીપી વિકાસ સહાય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લગ્ન માટે તમામને લોન મળશે.