ગુજરાતટ્રેન્ડિંગ

મહારાજ ફિલ્મની રિલીઝ પર વિવાદ થતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ ફિલ્મ જોવા જશે

  • મહારાજ ફિલ્મ વિવાદ પર હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી
  • બંને પક્ષોએ જસ્ટિસને ફિલ્મ જોવા માટે રજુઆત કરાતા નિર્ણય લેવાયો
  • મહારાજા ફિલમ જોવા માટે ફિલ્મ નિર્માતા વકીલે રજુઆત કરી હતી

મહારાજ ફિલ્મની રિલીઝ પર વિવાદ થતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ ફિલ્મ જોવા જશે. જેમાં ફિલ્મ જોયા બાદ સ્ટે મુદ્દે નિર્ણય લેવાશે. તેમજ વધુ સુનાવણી આવતીકાલે કોર્ટમાં હાથ ધરાશે. તથા ફિલ્મ જોવા માટે જસ્ટીસને રજૂઆત કરાઇ હતી. જેમાં મહારાજ ફિલ્મ વિવાદ પર હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો વિસ્તાર અને સ્કૂલોની સંખ્યા વધતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી

મહારાજા ફિલમ જોવા માટે ફિલ્મ નિર્માતા વકીલે રજુઆત કરી હતી

મહારાજા ફિલમ જોવા માટે ફિલ્મ નિર્માતા વકીલે રજુઆત કરી હતી. તેમાં બંને પક્ષોએ જસ્ટિસને ફિલ્મ જોવા માટે રજુઆત કરી હતી. જેમાં જસ્ટિસ ફિલ્મ જોયા બાદ નિર્ણય લઈ શકે છે. હાલ મહારાજ ફિલ્મ રિલીઝ પર હાઇકોર્ટનો સ્ટે છે. તેમજ અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાંથી વડીલ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ફ્લ્મિ નિર્માતા યશરાજની મહારાજ ફ્લ્મિ કોઈ પણ સંજોગોમાં રીલિઝ ના થાય અને હાઇકોર્ટ કાયમી તેનો પ્રતિબંધ લગાવે તેવી માંગ સાથે એડિશનલ કલેક્ટર ને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું. જેમાં વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને લાંછન રૂપ અને હંમેશા સનાતન ધર્મને નીચું દેખાડવા માટે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીઝના અમુક મુખ્યાઓ જેવા કે અમીરખાન. શાહરુખ ખાન અને હાલમાં આમીરખાનના દીકરા જુનેદખાન દ્વારા મહારાજા ફ્લ્મિો બનાવી છે.

આ મહારાજા ફ્લ્મિ એવી પારદર્શિકા કરે છે કે હિન્દુ સમાજને લાગણી દુભાઈ રહી છે

આ મહારાજા ફ્લ્મિ એવી પારદર્શિકા કરે છે કે હિન્દુ સમાજને લાગણી દુભાઈ રહી છે. પદ્માવતી, પીકે જેવી અનેક ફ્લ્મિો રજુ કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાવી છે અને જો આ જ રીતે ફ્લ્મિ બનાવતા રહેશે ત્યારે તમામ સંતો ગૌરક્ષકો તમામ લોકો બહાર આવી તેનો વિરોધ કરશે. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના પૂજ્ય ઇન્દ્રજીત મહારાજ, પૂજ્ય વિક્રમદાસ અને પૂજ્ય પ્રેમ દાસજી મહારાજની સાથે 15 જેટલા સંતો જોડાયા હતા. ગોધરામાં આંતરરાષ્ટ્રીય પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદનાં માર્ગદર્શન હેઠળ ગોધરા વૈષ્ણવ સંપ્રદાય સમાજ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને ઉદેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફ્ત આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ટીવી ચેનલ પર રીલીઝ થનાર ફીલ્મ મહારાજ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. આ ફીલ્મ એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાય (હિન્દુ બનીયા), વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય, તેમજ સનાતન હિન્દુ ધર્મના આચાર્ય, ગુરૂ,સંત-મહંતોનુ પાત્ર દર્શાવીને સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરી વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણી અને ઠેસ પહોંચાડી વ્લાગણી દુભાય તેવી માનસિકતાથી આ ફ્લ્મિ બનાવવામાં આવી છે. તેના પર ત્વરીત પ્રતિબંધ મુકવા માંગ કરી છે.

Back to top button