ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: આજે પરીક્ષાર્થીઓ મેડીકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા આપશે, જાણો શું છે નવા નિયમ

Text To Speech
  • કાળઝાળ ગરમીમાં ભર બપોરે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • દેશભરમાં કુલ 557 શહેરોમાં પરીક્ષા લેવાશે
  • ગુજરાતમાં આજે 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતમાં આજે 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ મેડીકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા આપશે. જેમાં પરીક્ષા ખંડમાં પાણીની બોટલ પણ લઈ જઈ શકાશે નહિ. દેશભરમાં 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 557 શહેરોમાં પરીક્ષા લેવાશે. જેમાં બપોરે 2 થી 5:20 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું, જાણો શું છે હવામાન વિભાગની આગાહી 

મેડીકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા યોજાશે

નવા નિયમ પ્રમાણે પરીક્ષા ખંડમાં માત્ર ચંપલ અને સેન્ડલ જ પહેરી શકાશે. મેડીકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા યોજાશે. અંદાજે 1 લાખ બેઠકો પર પ્રવેશ માટે પરીક્ષા આપશે. દેશભરમાં 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તથા ગુજરાતમાં 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. દેશભરમાં કુલ 557 શહેરોમાં પરીક્ષા લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે પરીક્ષા લેવાશે. તેમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ આજે NEETની પરીક્ષા આપશે.

કાળઝાળ ગરમીમાં ભર બપોરે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કાળઝાળ ગરમીમાં ભર બપોરે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં પરીક્ષાનો સમય બપોરે 2 થી 5.20 નો છે. એક્ઝામમાં ડ્રેસ કોડ પણ અમલ કર્યો છે. જેમાં પરીક્ષા ખંડમાં માત્ર ચંપલ અને સેન્ડલ જ પહેરી શકાશે. તથા વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પાણીની બોટલ પણ લઈ જઈ શકશે નહિ.

Back to top button