ગુજરાત ભાજપે ઉમેદવારોની સાથે ઉમેદવારીપત્રો ભરવા માટે જોડાનાર અગ્રણીઓની યાદી કરી જાહેર
- પક્ષ દ્વારા સમયબદ્ધ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો
- ઉમેદવારોની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કોણ કોણ જોડાશે તેની પણ યાદી જાહેર
ગાંધીનગર, 14 એપ્રિલઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતીકાલ સોમવારને 15 એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ કરશે. ભાજપના તમામ 26 ઉમેદવારોની સાથે જે તે બેઠક ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ જોડાશે.
ભાજપ દ્વારા આજે આ અંગે જારી કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર 15 એપ્રિલને સોમવારથી 19 એપ્રિલ દરમિયાન પક્ષના 26 ઉમેદવારો અલગ અલગ દિવસે ઉમેદવારી પત્રો ભરશે અને તે સમયે રાજ્યના તેમજ કેન્દ્રના ભાજપના અગ્રણીઓ તેમની સાથે ઉપસ્થિત રહેશે.
આ યાદી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર, આણંદ અને નવસારીના ભાજપના ઉમેદવારોની સાથે ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ અન્ય ઉમેદવારો સાથે ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહેશે.
ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરવાના કાર્યક્રમનો વિગતો નીચે પ્રમાણે છેઃ