રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: 21 IAS અધિકારીઓની વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ

Gujarat Administration: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ વેગવંતું અને અસરકારક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા આજે જારી કરવામાં આવેલા અલગ-अલગ આદેશોમાં 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફાર વહીવટી કારણોસર (બદલી, પ્રમોશન અને અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને) કરવામાં આવ્યો છે.
પ્રભારી સચિવોને જિલ્લા સ્તરે વિકાસ કાર્યો, સરકારી યોજનાઓ (શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે), તાલુકા સ્તરના વિકાસ અને વહીવટી સમસ્યાઓના નિવારણ માટે સીધી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલન કરીને કામ કરશે. આ પગલાથી જિલ્લા સ્તરે સરકારી કામગીરીમાં વધુ સ્પષ્ટતા અને ઝડપ આવશે તેવી અપેક્ષા છે. આ આદેશ ગવર્નરના આદેશથી જારી કરવામાં આવ્યો છે અને તેની કોપી તમામ સંબંધિત વિભાગો, મંત્રીઓના ખાનગી સચિવો તથા જિલ્લા કલેક્ટરોને મોકલવામાં આવી છે.
આદેશમાં કુલ 21 જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે. જાહેર થયેલી કેટલીક મુખ્ય નિમણૂકો આ પ્રમાણે છે:

અન્ય વહીવટી ફેરફારો
આ મેગા રિશફલમાં માત્ર પ્રભારી સચિવો જ નહીં, પરંતુ અન્ય કેડરમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે:
– GAS કેડર: 31 અધિકારીઓની આંતરિક બદલી (પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર વગેરે પદો પર).
– IT અધિકારીઓ: 34 અધિકારીઓને પ્રમોશન સાથે નવી જવાબદારીઓ.
–મહેસૂલ વિભાગ: 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન (કેટલાક જિલ્લાઓમાં અસ્થાયી ધોરણે); 13 નાયબ મામલતદારોએ પ્રમોશન નકાર્યું.
આ તમામ ફેરફારો લોકોના હિતમાં અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે આનાથી જિલ્લા સ્તરે સરકારી યોજનાઓનું અમલીકરણ વધુ મજબૂત બનશે અને વહીવટી સમસ્યાઓના નિવારણમાં ઝડપ આવશે.
આ પણ વાંચો: વેસ્ટ ટુ વેલ્થની સાચી મિસાલ: બનાસ બાયો-સીએનજીએ બદલી ગ્રામીણ અર્થતંત્રની તસવીર












