
Gujarat News : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષક બનતા પોલીસ અને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં બોપાલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ કેસમાં કાર્યવાહી બાદ અમદાવાદ કોર્ટમાં ફરજ બજાવતો ભ્રષ્ટ આસિસ્ટન્ટ ક્લાર્ટ એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે લાગ્યો છે.
રૂ. 10 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો
સમગ્ર વિગત અનુસાર, અમદાવાદમાં ફરિયાદી અને તેમના પાડોશી વચ્ચે કોમન ક્મપાઉન્ડ વોલને લઈને વિવાદ ચાલતો હતો. જેમાં પાડોશીએ ગેરકાયદેસર રીતે દિવાલનું દબાણ કર્યું હતું. આ મામલે ફરિયાદીએ નોટિસ આપતા પાડોશીએ નામદાર સિટિ સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનો આસિસ્ટન્ટ ક્લાર્કને 10 હજારની લાંચ લેતો ACB દ્વારા રંગેહાથ ઝડપવામાં આવ્યો છે. જેમાં સિટિ સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અપિલ વિભાગમાં આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતો આરોપી અશોકભાઈ માધવલાલ પટેલે એક નાગરિક પાસેથી તેમની તરફેણમાં કોર્ટ નિર્ણય અપાવવાના બહાને રૂ. 10 હજારની લાંચ માગી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ
આ દરમ્યાન ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમને અમદાવાદ ABCનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ACB દ્વારા 3 જુલાઈના રોજ ટ્રેપ ગોઠવી આરોપી અશોકભાઈ પટેલને નારણપુરા વિસ્તારમાં ધરતી સર્કલ પાસે મેલડી માતાના મંદિર સામે ફરિયાદી પાસેથી 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. અને આરોપી અશોકભાઈ માધવલાલ પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં આસિસ્ટન્ટ ક્લાર્ક અશોક પટેલ સાથે અન્ય કોઈ પણ સામે છે કેમ તે અંગેની માહિતી આગામી તપાસમાં સામે આવી શકે છે.
આ પણ વાંચો : જોધપુર : PM મોદીએ રાજમહેલ જેવા નવા એરપોર્ટ ટર્મિનલનું કર્યું ઉદ્ધાટન, જાણો વિશેષતા












