બિઝનેસ

ફેબ્રુઆરીમાં GST કલેક્શન રૂ. 1.49 લાખ કરોડે પહોંચ્યું, ગયા વર્ષ કરતા 12%નો વધારો

Text To Speech

ફેબ્રુઆરી 2023 મહિનાની GST આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરી 2023 મહિનાની GST આવક ફેબ્રુઆરી 2022ની GST આવક કરતાં 12 ટકા વધુ છે, જે 1.33 લાખ કરોડ રૂપિયા હતી તે વધીને 1.49 લાખ કરોડ પહોંચી છે. મંત્રાલયે કહ્યું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાથી આવકનું કલેક્શન પ્રમાણમાં ઓછું હોય છે. પરંતુ આ વખતે ગયા વર્ષ કરતા આવકમાં મોટો ઉછાળો આવ્યા છે.

ગયા વર્ષ કરતા GST કલેક્શનમાં 12%નો વધારો

કેન્દ્રીય નાણા મંત્રાલયે આજે ફેબ્રુઆરી 2023માં GST કલેક્શન કેવું રહ્યું તેનો ડેટા જાહેર કર્યો છે. જેમાં ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વર્ષે 12 ટકાનો વધારો નોંધાયો છે. જો આંકડાઓ પર નજર નાખવામાં આવે તો ફેબ્રુઆરીમાં GST કલેક્શન 12 ટકા વધીને રૂ. 1,49,577 કરોડ સુધી પહોંચી ગયું છે.

આ વર્ષમાં સૌથી વધુ GST કલેક્શન ક્યારે નોંધાયું ?

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, GST લાગુ થયા બાદથી ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ 11,931 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. જો કે, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1.57 લાખ કરોડથી વધુ હતું, જે ઈતિહાસમાં બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન હતું. એપ્રિલ 2022માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું, જે એક રેકોર્ડ છે.

GST કલેક્શન-humdekhengenews

નાણા મંત્રાલયે GST કલેક્શન આંકડાકીય માહિતી આપી

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં કુલ GST કલેક્શન 1,49,577 કરોડ રૂપિયા હતું. આમાં સેન્ટ્રલ જીએસટી (CGST) રૂ. 27,662 કરોડ છે . જ્યારે રાજ્ય જીએસટી (SGST) કલેક્શન રૂ. 34,915 કરોડ છે. જ્યારે ઇન્ટિગ્રેટેડ GST (IGST)ના હેડ હેઠળ 75,069 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આ સિવાય 11,931 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે.

આ પણ વાંચો : રાજ્યમાં પશુઓને વિવિધ રોગોથી બચાવવા આટલું રસીકરણ કરાયું

Back to top button