ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ઘરમાં કિમતી ચીજો સંતાડવાનો ગજબ આઈડિયા, જૂઓ વીડિયો

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક., 1 મે: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો અપલોડ થાય છે. આમાંના ઘણા વીડિયો યુનિક કોન્ટેન્ટ ક્રિએટીવીટીના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. કેટલાક વાયરલ વીડિયોમાં લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે તો કેટલાક વીડિયોમાં લોકો સાર્વજનિક જગ્યાએ અજીબોગરીબ કામ કરતા જોવા મળે છે. આમ રોજે રોજ તમને કંઈક વાયરલ વીડિયો થકી નવું કોન્ટેન્ટ સોશિયલ મીડિયા પર જોવા મળે છે જેમાં લોકો ક્રિએટીવિટીથી પોતાનું પ્રતિભા, લોકોને મનોરંજન અને કઁઈક ઉપયોગી થાય તે પ્રકારના વીડિયો ઘણીવાર વધારે વાયરલ થાય છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે આ બધાથી બિલકુલ અલગ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક અદ્દભુત લોકર જોવા મળી રહ્યું છે જેને જોઈને લોકોના મોઢા પર શોકિંગ રિએક્ટ કરતા હોય છે.

  અહીં જુઓ આ વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

શું જોવા મળી રહ્યું છે વાયરલ વીડિયોમાં

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક સ્વીચ બોર્ડ જોવા મળી રહ્યું છે જે દિવાલની નીચે લગાવવામાં આવ્યું છે. એક વ્યક્તિ બોર્ડ પરની સ્વીચ દબાવીને કહે છે કે કંઈ થશે નહીં. આ પછી, તે પ્લગના હોલમાં એક ચાવી નાખે છે અને તેને તે જ રીતે ફેરવે છે જે રીતે લોક ખોલવા માટે ફેરવવામાં આવે છે. થોડી જ વારમાં તે ખુલે છે અને ખબર પડે છે કે તે ઈલેક્ટ્રીક બોર્ડ નહી પરંતુ એક સિક્રેટ લોકર છે. આ લોકરમાં તમે તમારી કિંમતી ચીજવસ્તુઓ રાખી શકો છો અને તેને ચોરોથી બચાવી શકો છો. કારણ કે ચોરને ખ્યાલ નહીં હોય કે તે બોર્ડ નથી પણ લોકર છે.

આ પણ વાંચો: માતાએ 60 વર્ષની જિંદગીમાં પહેલીવાર લીધો બ્રેક: પુત્રએ હદયસ્પર્શી પળો શેર કરી

Back to top button