પુણે પોર્શ કાર કેસમાં સગીર આરોપીના દાદાની ધરપકડ: ડ્રાઈવરે કરી હતી ફરિયાદ
- પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો
પૂણે, 25 મે: મહારાષ્ટ્રના પૂણેમાં પોર્શ કાર અકસ્માત કેસમાં પોલીસે સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોર્ટે મુખ્ય આરોપી વિશાલ અગ્રવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરને ધમકી આપી હતી અને તેને ઘરે જવા દીધો નહોતો. ડ્રાઈવરે સુરેન્દ્ર અગ્રવાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે સુરેન્દ્ર અગ્રવાલ પર અપહરણનો આરોપ પણ લગાવવામાં આવશે. IPCની કલમ 365, 366 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.
पुणे!
कल्याणी नगर अपघात प्रकरणातील आरोपी वेदांत अग्रवाल चे आजोबा सुरेंद्र अग्रवाल यांना पोलिसांनी अटक केली.
त्यांनी ड्रायव्हरला धमकावल्याचा आरोप आहे. pic.twitter.com/fTwBqfRNRc
— Pawan/पवन (@thepawanupdates) May 25, 2024
આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો
મહત્ત્વપૂર્ણ છે કે, આ કેસમાં અન્ય 5 આરોપીઓને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની પોલીસ કસ્ટડી પુરી થયા બાદ તેમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી હતી. કોર્ટે સગીર આરોપી વિશાલ અગ્રવાલને જુવેનાઈલ રિમાન્ડ હોમમાં મોકલી દીધો છે. આ પહેલા શુક્રવારના રોજ અકસ્માત સમયે તેના પરિવારનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી હતી, જે ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન સ્વીકારી હતી. જો કે આ પછી CP અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, અકસ્માત સમયે સગીર આરોપી જ કાર ચલાવી રહ્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓએ શું કહ્યું?
CP અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, આ ઘટના રાત્રે 2.30 વાગ્યે બની હતી અને સવારે 8 વાગ્યે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.જ્યાં કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સંદર્ભે આરોપીઓના બ્લડ રિપોર્ટની માહિતી લેવામાં આવી રહી છે.” આ કેસની તપાસ કરી રહેલા સીપી અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં વધુ જણાવ્યું કે, અકસ્માતની રાત્રે અજિત પવાર ગ્રુપના ધારાસભ્ય સુનીલ ટિંગ્રે પોલીસ સ્ટેશન આવ્યા હતા. જેમાં કોઈ શંકા નથી. તે રેકોર્ડ પર છે. પરંતુ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને કેવી રીતે કરવામાં આવી તે અંગે હાલ કંઈ કહેવું યોગ્ય રહેશે નહીં.”
આ પણ જુઓ: શું હાર્દિક પંડ્યાના ડિવોર્સ થવા જઈ રહ્યા છે? – સોશિયલ મીડિયા પર ચાલી છે ચર્ચા