GPSCની મુખ્ય પરીક્ષા 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી હતી જે હાલ મોકુફ રખાઇ છે. ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાને કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય આયોગ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2 ,9 અને 16 રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીવાયો છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા અગાઉ કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા યોજવાની હોય એકસાથે બધી પરીક્ષા યોજવી તંત્ર માટે પણ મુશ્કેલ કામ છે ત્યારે ગુજરાત જાહેર સેવ આયોગ દ્વારા GPSCની મુખ્ય પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.
આ ન્યૂઝ હમણાં બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, વધુ અમે અપડેટ કરી રહ્યા છીએ…..