બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા નિયંત્રણમાં રાખવા સરકાર પગલાં લેશે
- વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે ઈમિગ્રેશનનું સ્તર ઘટાડવાના પગલાં લેવાની કરી જાહેરાત
- ભારત સહિત અનેક દેશોને ઈમિગ્રેશન ઘટાડવાના પગલાં લેવાની આ જાહેરાતની થશે અસર
લંડન, 5 ડિસેમ્બર : ટોરી સાંસદોના દબાણ હેઠળ, વડાપ્રધાન ઋષિ સુનકની આગેવાનીની બ્રિટિશ સરકારે સોમવારે ઈમિગ્રેશનનું સ્તર ધરમૂળથી ઘટાડવાના પગલાંની જાહેરાત કરી છે. આ જાહેરાત ભારત સહિત ઘણા દેશોને અસર કરશે. યુકે સરકારે વિદેશી કામદારો માટે ખૂબ ઊંચા વેતન પર પ્રતિબંધ મૂકવાની તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારને તેમની સાથે લાવી શકશે નહીં તેવા પગલાં લેવાનું જણાવ્યું છે.
ઈમિગ્રેશનનું સ્તર ઘણું ઊંચું અને તેને બદલવા માટે મક્કમ : UK PM
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, “ઈમિગ્રેશનનું સ્તર ઘણું ઊંચું છે અને હું તેને બદલવા માટે મક્કમ છે. અમે હમણાં જ નેટ માઈગ્રેશનમાં અત્યાર સુધીના સૌથી મોટા કાપની જાહેરાત કરી છે. ઈતિહાસમાં આ પહેલા કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી”
Immigration is too high.
Today we’re taking radical action to bring it down.
These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY
— Rishi Sunak (@RishiSunak) December 4, 2023
યુકે હોમ ઑફિસે જણાવ્યું હતું કે, “આ પગલાથી આશરે 300,000 વ્યક્તિઓ પર અસર થશે જેઓ હવે નવા પગલાંના આધારે યુકેમાં પ્રવેશવાને પાત્ર રહેશે નહીં, જેમાં સ્થળાંતર કરનારાઓએ કુશળ નોકરીમાં કમાવવાના લઘુત્તમ વેતનમાં ત્રીજા ભાગનો વધારો કરવાનો પણ સમાવેશ થાય છે.”
We’ve just announced the biggest ever cut in net migration.
No Prime Minister has done this before in history.
But the level of net migration is too high and it has to change. I am determined to do it.
— Rishi Sunak (@RishiSunak) December 4, 2023
UK સરકાર દ્વારા જાહેર કરાયેલા મુખ્ય પગલાં :
- આશ્રિત પ્રતિબંધો: સરકાર યુકેમાં મોટી સંખ્યામાં પ્રવેશતા આશ્રિતોને સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે, જે સ્થળાંતર ઘટાડવાની વ્યૂહરચનાનો એક નિર્ણાયક ભાગ બને છે.
- પગાર થ્રેશોલ્ડમાં વધારો : વિદેશી કામદારો અને બ્રિટિશ અથવા સ્થાયી વ્યક્તિઓ કે જેઓ પરિવારના સભ્યોને સ્પોન્સર કરે છે તેમના લઘુત્તમ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. પરિવારના સભ્યોને સ્પોન્સર કરતા બ્રિટિશ નાગરિકો માટે સમાન વધારા સાથે વિદેશી કામદારો માટે અર્નિંગ થ્રેશોલ્ડ લગભગ 50% વધશે એટલે 26,200થી 38,700 પાઉન્ડ સુધી થશે.
- હેલ્થ એન્ડ કેર વિઝા કડકઃ હેલ્થ એન્ડ કેર વિઝા, જે અગાઉ કેર વર્કર્સ અને તેમના આશ્રિતો માટે એક નોંધપાત્ર માર્ગ હતો, તેના પર નિયંત્રણો જોવા મળશે. ઓવરસીઝ કેર વર્કર્સને હવે યુકેમાં આશ્રિતોને લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં, અને સંભાળ રાખનારા પ્રદાતાઓ કેર ક્વોલિટી કમિશન દ્વારા નિયમન કરાયેલ પ્રવૃત્તિઓમાં સામેલ સ્થળાંતરિત કામદારોને જ સ્પોન્સર કરી શકે છે.
- કટ-પ્રાઈસ લેબર પર ક્રેકડાઉન: સરકાર અછત ધરાવતા વ્યવસાયો માટે 20% પગાર ડિસ્કાઉન્ટને નાબૂદ કરશે અને વધારાના પગાર થ્રેશોલ્ડ સાથે સંરેખિત કરવા માટે સ્થળાંતર સલાહકાર સમિતિ દ્વારા સમીક્ષા કરાયેલી ઇમિગ્રેશન પગાર સૂચિ રજૂ કરશે.
- વિદ્યાર્થીઓના આશ્રિત પ્રતિબંધો: યુકેમાં આશ્રિતોને લાવતા વિદ્યાર્થીઓના વધારાને પહોંચી વળવા માટે પગલાં પહેલેથી નક્કી જ છે. સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થતા વર્ષમાં સ્પોન્સર્ડ વિદ્યાર્થીઓના આશ્રિતોને અંદાજે 153,000 વિઝા મંજૂર કરવામાં આવતા, આ ફેરફારો નેટ ઈમિગ્રેશનને નોંધપાત્ર રીતે અસર કરશે તેવી અપેક્ષા છે.
આ પણ જાણો :અમેરિકન સિંગરે ભાજપને તેની ભવ્ય જીત પર અભિનંદન પાઠવ્યા