Google Wallet ભારતમાં લોન્ચ: Google Payથી સંપૂર્ણપણે અલગ, કયા-કયા કામ થશે?
- ગૂગલે તેનું આ વોલેટ ભારતમાં ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કર્યું
HD ન્યૂઝ ડેસ્ક, 8 મે: ગૂગલ વોલેટ ભારતમાં આખરે લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ ઈન્ડિયાએ આજે બુધવારે આ ડિજિટલ વોલેટ સેવાનું અનાવરણ કર્યું છે. જો કે, ગૂગલની આ વોલેટ સર્વિસ ગૂગલ પેથી સંપૂર્ણપણે અલગ હશે, જેમાં યુઝર્સ તેમના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ગિફ્ટ કાર્ડ વગેરેને ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલે તેનું વોલેટ ભારતમાં ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કર્યું છે. આ પ્રાઈવેટ ડિજિટલ વોલેટમાં યુઝર્સ તેમના કાર્ડ, ટિકિટ, પાસ, ડિજિટલ કી અને આઈડી સ્ટોર કરી શકશે. ગૂગલનું આ વોલેટ ડિજીલોકર જેવું હશે, જેમાં યુઝર્સ નાણાકીય દસ્તાવેજોને ડિજિટલી સ્ટોર કરી શકશે.
After being primed for last few weeks, Google Wallet has finally launched in India. #GoogleWallet offers users a single, organized location for quick access to everyday essentials like boarding passes, loyalty cards, event tickets, public transport passes, gift cards, et al. pic.twitter.com/207S8SX8ru
— Abhishek Baxi (@baxiabhishek) May 8, 2024
હાલમાં જ ભારતમાં ઘણા યુઝર્સે પ્લે સ્ટોર પર ગૂગલ વોલેટ એપ જોઈ હતી. જોકે, બાદમાં ગૂગલ ઈન્ડિયાએ કહ્યું કે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે ગૂગલે ભારતમાં સત્તાવાર રીતે તેની વોલેટ સેવા શરૂ કરી છે.
તે કેવી રીતે કામ કરશે?
યુઝર્સ Play Store પરથી Google Wallet ડાઉનલોડ કરી શકશે અને તેમના ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, લોયલ્ટી કાર્ડ્સ અને ગિફ્ટ કાર્ડ્સને ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલની આ વોલેટ સર્વિસ ભારતમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે તે ગૂગલ પેથી અલગ હશે, જેના દ્વારા યુઝર્સ UPI પેમેન્ટ અને રિચાર્જ વગેરે કરી શકશે. Google Wallet લોન્ચ થયા પછી પણ, Google Pay ભારતમાં સ્ટેન્ડઅલોન એપ્લિકેશન તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
Google launches Google Wallet for Android users in India which will store your flight boarding passes, movie tickets, and more#Google #GoogleWallet #Android pic.twitter.com/VM4GizltrO
— Smartprix (@Smartprix) May 8, 2024
Google Wallet એપ્લિકેશન દ્વારા, યુઝર્સ શારીરિક સંપર્ક વિના ઑનલાઇન ચૂકવણી કરી શકશે. આ એપ સેમસંગના વોલેટની તર્જ પર NFC (નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) ફીચર પર કામ કરશે. આ એક ડિજિટલ વોલેટ છે, જેમાં યુઝર્સ તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને લિંક કરી શકે છે અને વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકે છે. આ સિવાય યુઝર્સ ગૂગલ વોલેટ એપમાં ગિફ્ટ કાર્ડ્સ, જિમ મેમ્બરશિપ, ઓનલાઈન ટિકિટ, ફ્લાઈટ ટિકિટ, રેલવે ટિકિટ વગેરેને પણ ડિજિટલી સ્ટોર કરી શકે છે.
કયા-કયા કામ કરી શકશે?
ગૂગલ ઈન્ડિયા અનુસાર, યુઝર્સ વોલેટમાં બોર્ડિંગ પાસ, ગિફ્ટ કાર્ડ, લોયલ્ટી કાર્ડ, ઈવેન્ટ્સ, ડિજિટલ કાર કી, એક્સેસ, ટ્રાન્ઝિટ OTA વગેરેને ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલ વોલેટ એન્ડ્રોઈડ યુઝર્સના જીમેલ એકાઉન્ટ સાથે ઓટોમેટિકલી લિંક થઈ જશે અને યુઝર્સ આ સર્વિસનો ઉપયોગ કરી શકશે. આ વોલેટમાં યુઝર્સ તેમની ટ્રેન અને બસ તેમજ ફ્લાઈટ બોર્ડિંગ પાસ સ્ટોર કરી શકશે.
Googleએ પોતાની Wallet સેવા માટે PVR-INOX, Flipkart Supercoin, Air India, MakeMyTrip, Air India Express, ixigo, abhibus, hydabad metro rail, pine labs, Shopper stop, dominos, easyrewardz, twid, billeasy, BMW, wavelynx, alert enterprise, prudent, vijayanad travels વગેરે સાથે ભાગીદારી કરી છે. કંપની આગામી દિવસોમાં અન્ય બ્રાન્ડ સાથે ભાગીદારી કરશે.
આ પણ જુઓ:Motorola ટૂંક સમયમાં ભારતમાં 50MP કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન કરશે લોન્ચ, Teaser રિલીઝ