Google એ ChatGPT સાથે સ્પર્ધા કરવા આ Chatbot બહાર પાડ્યું, જાણો શું છે વિશેષતા

ChatGPTની સફળતા બાદ વિશ્વમાં અન્ય ટેક કંપની દ્વારા AI બેઝ Chatbot માર્કેટમાં મુકવામાં આવે છે. Alphabetની માલિકીની કંપની ગૂગલે તેનું AI Chatbot Bard બહાર પાડ્યું છે. આ Chatbot સૌપ્રથમ યુઝર ફીડબેક માટે બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ હવે યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. Google એ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે તેનું AI ટૂલ રજૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI મોડલ Bard માટે લિમિટેડ એક્સેસ ખોલવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગૂગલનું આ એ જ AI Chatbot છે, જેના ખોટા જવાબને કારણે કંપનીને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.
પહેલા આ દેશોમાં શરૂ થશે
ગૂગલ સૌથી પહેલા તેના AI Chatbot Bardને યુએસ અને યુકેમાં લોન્ચ કરશે. આ પછી તેને અન્ય દેશોના યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં આ જાણકારી આપી છે. ગૂગલે કહ્યું કે અમે Bardને પહેલા US અને UKમાં રિલીઝ કરી રહ્યા છીએ. અને આવનારા સમયમાં તેને અન્ય દેશો અને ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે મંગળવારથી US અને UKમાં Bard AIની ઍક્સેસ શરૂ થશે.
આ પણ વાંચો : AI Chatbotના પ્રેમમાં પડ્યા લોકો, Chatbot માટે લોકોને રોમેન્ટિક ફિલિંગ્સ
ગૂગલ સર્ચનો અનુભવ વધુ સારો રહેશે
કંપનીએ કહ્યું કે Bardને લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) માટે ડાયરેક્ટ ઇન્ટરફેસથી સજ્જ કરવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર્સના ગૂગલ સર્ચ એક્સપીરિયન્સમાં સુધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે યુઝર્સ Bardથી જવાબો પણ ચેક કરી શકશે. આ માટે, યુઝર્સ તેમના પ્રશ્નોના જવાબો સાથે આપવામાં આવેલા વર્તમાન સ્રોતોને પણ જોઈ શકશે અને તેમની સત્યતા ચકાસી શકશે.
આ પણ વાંચો : વિશ્વભરમાં પાસ ChatGPT પણ ભારતમાં ફેલ! આ પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપી ના શક્યું
અગાઉ ગૂગલને અબજોનું નુકસાન થયું હતું
Bardની ભૂલને કારણે ગૂગલની પેરેન્ટ કંપની Alphabetને 120 બિલિયન ડોલર એટલે કે લગભગ 991 હજાર 560 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. Bardના ખોટા જવાબને કારણે કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. હકીકતમાં, એક જાહેરાતમાં, એક વ્યક્તિએ Bardને પ્રશ્ન પૂછ્યો, “જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી કઈ નવી શોધો વિશે હું મારા 9 વર્ષના બાળકને કહી શકું?” ત્યારબાદ Bardએ ઝડપથી ત્રણ જવાબો આપે છે. Bard પ્રથમ બે જવાબો સાચા આપે છે, પરંતુ છેલ્લો જવાબ ખોટો આપે છે.
આ પણ વાંચો : ગૂગલના AI Bardના એક ખોટા જવાબથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન, જાણો શું મુદ્દો શું છે
OpenAI એ ChatGPT 4 રિલીઝ કર્યું છે
માઈક્રોસોફ્ટ કોર્પ-બેક્ડ સ્ટાર્ટઅપ OpenAI તાજેતરમાં ChatGPT, GPT-4નું નવું વર્ઝન બહાર પાડ્યું છે. તે એક શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ છે જે પહેલાં કરતાં વધુ સર્જનાત્મક, વિશ્વસનીય અને સચોટ માહિતી પ્રદાન કરે છે. નવા વર્ઝન વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે પ્રશ્નોના વધુ સચોટ જવાબો આપી રહ્યું છે. તે રોગની યોગ્ય દવા પણ કહી રહ્યો છે.