સાયન્સ એન્ડ ટેકનોલોજી

Copilot vs Chatgpt : જાણો માઈક્રોસોફ્ટના નવું ફીચર વિશે જેની ચર્ચા થઈ છે શરૂ

માઇક્રોસોફ્ટ તેના યુઝર્સને બેસ્ટ AI ટેક્નોલોજીને આપવામાં કોઈ કસર નથી છોડતું. કંપનીએ ફ્યુચર ઓફ વર્ક ઇવેન્ટ દરમિયાન તેનો Microsoft 365 Copilot લોન્ચ કર્યું છે જે જનરેટિવ AIના પાવર સાથે વર્કસ્પેસ પ્રોડક્ટીવિટી ટૂલને વધારે છે. Copilot વ્યક્તિગત અને બિઝનેસ જરૂરિયાતો માટે સાચો ઉકેલ આપવા માટે લાર્જ લેંગ્વેજ મોડલ, Microsoft ગ્રાફ અને Microsoft 365 એપ્સના પાવરનો ઉપયોગ કરે છે. માઇક્રોસોફ્ટે દાવો કર્યો છે કે નવું Copilot યુઝર્સને સર્જનાત્મકતા, ઉત્પાદકતા અને ઉચ્ચ સ્તરની કુશળતાને અનલૉક કરવાની મંજૂરી આપશે.

આ પણ વાંચો : માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનો રોટલી બનાવવાનો પ્રયાસ, ધી સાથે લુફ્ત ઉઠાવતા દેખાયા જુઓ વીડિયો

CEO સત્ય નડેલાએ આવું કહ્યું

માઈક્રોસોફ્ટે એક ઇવેન્ટનું આયોજન કર્યું. જેમાં CEO સત્ય નડેલાને Copilot વિશે જણાવતા કહ્યું કે Copilotને એટલા માટે ડીઝાઇન કરવમાં આવ્યું છે કે જેનાથી લોકોના મુશ્કેલ કામો સેકંડમાં થઇ જાય.

સત્ય નડેલાએ વધુમાં કહ્યું કે જેવી રીતે હાલના સમયમાં વ્યક્તિ કીબોર્ડ, માઉસ અને મલ્ટી ટચના કમ્પ્યુટિંગ વિના વિચારી પણ શકતો નથી એવી જ રીતે ભવિષ્યમા વ્યક્તિ Copilot અને નેચરલ લેન્વેજ વગર કમ્પ્યુટિંગ વિશે વિચારી શકતો નથી. આવનાર સમયમાં કમ્પ્યુટિંગ માટે Copilotની એટલી જ જરૂરિયાત રહેશે જેટલી અત્યારે કમ્પ્યુટર ચલાવવા માટે કીબોર્ડ અને માઉસની જરૂર પડે છે.

આ પણ વાંચો : કોણ છે 67 વર્ષીય બિલ ગેટ્સની નવી ગર્લફ્રેન્ડ?

Auto-Pilot થી Co-Pilot

કંપનીના જણાવ્યા અનુસાર, Co-Pilotથી યુઝર્સ પાસ એવાધુ કંટ્રોલ રહે છે. આમાં, યુઝર્સએ નક્કી કરી શકે છે કે શું રાખવું, શું બદલવું અને શું છોડવું.

આ નવા ટૂલ સાથે, યુઝર્સ Wordમાં વધુ ક્રિએટીવિટી, Excelમાં વધુ એક્સપ્રેસીવ, PowerPointમાં વધુ એનાલિટીકલ, Outlookમાં વધુ પ્રોડકટીવ અને Teamsમાં વધુ કોલેબોરેટીવ બની શકે છે.

રિપોર્ટ અનુસાર, PowerPointમાં, યુઝર્સ તેમના વિચારો અને ખ્યાલોને નેચરલ લેન્વેજમાં સરળ કમાંડ દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રેઝેન્ટેશનમાં બદલી શકાશે.

જો આપણે Excel વિશે વાત કરીએ, તો Co-Pilot યુઝર્સને આંતરિક અનલૉક કરવામાં, ટ્રેન્ડસને ઓળખવામાં અને પ્રોફેશનલ દેખાતા ડેટા વિઝ્યુલાઇઝેશન બનાવવામાં મદદ કરે છે.

Microsoft Teamમાં Co-Pilot યુઝર્સને ચાલિ રહેલ વાતચીતના સંદર્ભમાં રીઅલ-ટાઇમ સારાંશ અને એક્શન આઇટમ ઓફર કરીને તેમની મિટિંગને વધુ પ્રોડક્ટીવ બનાવવા દે છે.

આ પણ વાંચો : ChatGPT અને Google બાદ ચેટબોટ જંગમાં ચીનની એન્ટ્રી, જાણો કયું ચેટબોટ આવશે

માઇક્રોસોફ્ટ બિઝનેસ ચેટ

કંપનીએ તેનું બિઝનેસ ચેટ ફીચર પણ રજૂ કર્યું છે, જે તમામ Microsoft 365 એપ્સ પર કામ કરે છે. આ સુવિધા Microsoft Teamsમાં ઈમેલ, પ્રેઝન્ટેશન, ડોક્યુમેન્ટ્સ, નોટ્સ અને કોટેક્સને એક જ ઈન્ટરફેસમાં રાખવા માટે Microsoft ગ્રાફનો ઉપયોગ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે તે હાલમાં ફોર્ચ્યુન 500 એન્ટરપ્રાઇઝમાંથી 8ની સાથે અને 20 ગ્રાહકો સાથે Microsoft 365 CoPilotનું ટેસ્ટીંગ કરી રહી છે. તે આવતા મહિનાઓમાં યુઝર્સ માટે પ્રિવ્યુને વિસ્તૃત કરશે.

Back to top button