ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Asia Cup 2023 : બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે આવ્યા સારા સમાચાર,જાણો શું છે અપડેટ

Text To Speech

Asia Cup 2023 : એશિયા કપમાં ભારતે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને હવે 15 તારીખે એટલે કે કાલે ભારત હવે બાંગ્લાદેશ સામે મેચ મેચ રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે અને ટીમ ઈન્ડિયાના ફેન્સ સારા સમાચાર મળી રહ્યા છે.

શ્રેયસ અય્યર મેદાનમાં પરત ફર્યો

શ્રેયસ અય્યરએ ઈજાના કારણે ટીમ ઇન્ડીયા માંથી બહાર છે પરંતુ એક રિપોર્ટ અનુસાર, શ્રેયસ અય્યર મેદાનમાં પરત ફર્યો છે અને ભારતીય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.

શ્રેયસ અય્યરના સ્થાને કે એલ રાહુલને કરાયો હતો સામેલ

ભારત અને પાકિસ્તાન મેચ પહેલા BCCIએ માહિતી આપી હતી કે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત છે અને તે પાકિસ્તાન સામે રમશે નહીં.શ્રેયસ અય્યરને પીઠમાં તકલીફના કારણે તેની ગેરહાજરીમાં કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : IND VS PAK : વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ મેચ સામે ગૌતમ ગંભીરે ઉઠાવ્યો વાંધો

એશિયા કપના ફાઈનલમાં પહોચી ટીમ ઇન્ડિયા

ભારતએ પાકિસ્તાન અને શ્રીલંકાને કારમી હાર આપીને એશિયા કપના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારતની પહેલી મેચએ વરસાદના કારણે તેમજ નેપાળ સામે 10 વિકેટથી વિજય પ્રાપ્ત ત્યાર બાદ પાકિસ્તાનને 228 રનથી હરાવીને એશિયા કપમાં ફાઈનલ માટે સ્થાન લગભગ નક્કી કરી લીધું હતું. આ બાદ ભારતે શ્રીલંકા સામે રોમાંચક મુકાબલામાં 41 રનથી હરાવીને ભારતે એશિયા કપમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.

શ્રીલંકા કે પાકિસ્તાન રમશે ટીમ ઇન્ડિયા સામે

આજે રમનાર શ્રીલંકા તેમજ પાકિસ્તાન ના થનાર મુકાબલામાં જીતનાર ટીમ ઇન્ડિયા સામે રવિવારે એટલે 17 તારીખે કોલંબોના R.Premadasa Stadiumમાં સ્ટેડીયમ માં રમાશે.

આ પણ વાંચો :  MS Dhoni in America : અમેરિકામાં ફેન્સને મળ્યો માહી,કહ્યું : ‘મારી ચોકલેટ પાછી આપો…’

Back to top button