ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગ ઝરતી ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની દિશા બદલાવવાને કારણે એટલે પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરતા જણાવ્યુ છે કે, હવે રાજ્યમાં હિટવેવ નહીં આવે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. એટલે ચાર દિવસ સુધી કાળઝાળ ગરમીમાં રાહત મળી શકે છે.
આ પણ વાંચો : બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય, હવે મોબાઈલ સાથે પકડાયા તો થશે આ કાર્યવાહી
હવામાન વિભાગે આજે કરેલી લેટેસ્ટ આગાહી પ્રમાણે, હવે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી નહીં પડે. સમુદ્રથી પવન ફૂંકાવવાને કારણે હવામાં ભેજ જોવા મળશે. જેના કારણે તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે. જોકે, માવઠાની આગાહી કરવામાં આવી નથી. આ હીટવેવની આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માટે હતી જે હવે નથી. આજના તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં 37 ડિગ્રી, અમદાવાદમાં 36 ડિગ્રી અને ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગામી ચાર દિવસ તાપમાનમાં ઘટાડો થશે અને તે બાદ તાપમાનમાં વધારો પણ થઈ શકે છે.
હવામાન વિભાગે હિટવેવની આગાહી પાછી ખેંચી લીધી છે. તેમણે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે. રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી સામાન્ય રાહત મળશે. જોકે, ચાર દિવસ બાદ ફરીથી ગરમા વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : ગોઝારો દિવસ : એક દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 2 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
આ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. તેમજ 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.
આ સાથે એમ પણ જણાવ્યુ હતુ કે, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાનું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.