એજ્યુકેશનગુજરાત

બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય, હવે મોબાઈલ સાથે પકડાયા તો થશે આ કાર્યવાહી

Text To Speech

રાજ્યમાં બોર્ડની પરિક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા માટે શિક્ષણ વિભાગે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. પરિક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોન મળે તો તેના પર પોલીસ ફરિયાદ કરવા સુચના આપવામાં આવી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લખ્યો પત્ર

આ અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ના થાય અને ગોપનીયતા જળવાય તે માટે આ કાર્યવાહી કરવા માટે સુચન કરવામાં આવ્યું છે. અને બોર્ડની પરિક્ષામાં ગેરરિતી કરતા પકડાય તેમના વિરુદ્ધ જરુર જણાય તો આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ મુજબ ગુનો નોંધવા પણ સૂચના અપાઈ છે.

બોર્ડ પરિક્ષા -humdekhengenews

આજથી રાજ્યમાં બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા શરુ

મહત્વનું છે કે આજથી રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. જેમાં રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. આ પ્રેક્ટિકલ પરિક્ષા 2 માર્ચે પૂર્ણ થશે.

આ પણ વાંચો : પટનામાં 50 રાઉન્ડ ફાયરિંગની ઘટના, રોષે ભરાયેલ લોકોએ ઘર અને મેરેજ હોલમાં લગાવી આગ

Back to top button