ભારતમાં બનેલાં છોટા ભીમથી લઇને મોટું પતલું જેવા રમકડાની વિદેશમાં મોટા પાયે નિકાસ

મુંબઇ, 18 જૂન, 2025: ભારત હવે રમકડાની આયાત કરવાને બદલે નિકાસ કરી રહ્યુ છે. છોટા ભીમથી લઇને મોટુ પતલુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી રહ્યા છે. ભારતમાં બનેલા રમકડાંઓની ગુણવત્તા દુનિયાભરના માપદંડોથી વધુ સારી છે. 16 વર્ષના વર્ષના બાળકોના રમકડાં બનાવનારી કંપની પોતાના ઉત્પાદનોને વિદેશી બજાર સુધી પહોંચાડવા માટે ઉત્સાહિત છે. આ સ્થિતિ ફક્ત બે વર્ષમાં બદલાઇ છે. આ રમકડાંનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોટા પાયે ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ભારતીય માનક બ્યૂરો (બીઆઇએસ), મુંબઇના પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય પ્રયોગશાળા (ડબ્લ્યુઆરઓએલ)ના વૈજ્ઞાનિક અને ડિરેક્ટર અદ્રુત સિંહે જણાવ્યું હતું કે બીઆઇએસના માપદંડોએ ઘરેલુ અને વૈશ્વિક બન્ને બજારોમાં ભારતીય રમકડાંઓના વેચાણ વધારવામા સહાય કરી છે. તેમણે કહ્યુ કે ભારતીય માપદંડો આપણી મૌસમી સ્થિતિઓ અને ઘેલુ જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યા છે.
જીટીઆરઆઇના રિપોર્ટ અનુસાર ભારતની રમકડાંની નિકાસ 2023-24માં મામૂલી ઘટીને 15.23 કરોડ ડોલર રહી હતી, જે પાછલા વર્ષે 15.38 કરોડ ડોલર હતી. નવા આંકડાઓ અનુસાર ભારતમાં 1,640 જેટલા લાયસન્સ જારી કરવામાં આવ્યા છે, જેમાં 1,165 લાયસન્સ ઇલેક્ટ્રોનિક રમકડાંઓ અને 475 ઇલેક્ટ્રિક રમકડાં માટે છે.
એક અંદાજ અનુસાર ભારતમાં રમકડાંનું બજાર અંદાજે 16 હજાર કરોડનું છે, જેમાં 25 ટકા જ સ્વદેશી છે. બાકીના 57 ટકામાંથી અંદાજે 70 ટકા માલ ચીનથી આવે છે. 5 ટકા જ અન્ય દેશથી આવે છે. જો કે બહારથી આવનારા રમકડાંની ટકાવારી ઓછી થઇ રહી છે. દુનિયામાં રમકડાં બનાવવામાં જે કંપનીઓ સૌથી આગળ છે, તેમાં લેગો, મેટલ અને બાન્દાઈ નામકો એન્ટરટેઇન્મેન્ટ જેવાં નામો સામેલ છે.
આ પણ વાંચોઃ NSE-BSE પર હવે આ દિવસે થશે એકસપાયરી












