ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

50, 000 છોડો, સોનાનો ભાવ 1 લાખ 30 હજાર સુધી પહોંચશે, જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી

Gold Price: તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વાતની ખૂબ ચર્ચા થઈ કે સોનાના ભાવ 50,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી શકે છે. તેને લઈને ઉલ્ટા પાછલા અઠવાડીયે ગોલ્ડના ભાવમાં તોફાની તેજી જોવા મળી. હવે ઈંવેસ્ટમેન્ટ બેન્કર Goldman Sachsનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, સોનાના ભાવ 4500 ડોલર પ્રતિ ઔંસ (એટલે કે 1,30,000 રુપિયા 10 ગ્રામ)સુધી પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ચીનમાં ચાલી રહેલા ટ્રેડ વોર અને મંદીના કારણે સોનાના ભાવ 2025ના અંતમાં 4500 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.

ત્રીજી વાર ગોલ્ડના ટાર્ગેટ પ્રાઈવસમાં વધારો કર્યો

Goldman Sachsએ ફરી એક વાર ગોલ્ડના ટાર્ગેટ પ્રાઈઝમાં વધારો કર્યો છે. ઈંવેસ્ટમેન્ટ બેન્કરના રિપોર્ટ અનુસાર, ગોલ્ડનો ટાર્ગેટ પ્રાઈસ આ વર્ષનો 3700 ડોલર પ્રતિ ઔંસ છે. આ ત્રીજી વાર છે, જ્યારે Goldman Sachsએ ગોલ્ડના ટાર્ગેટ પ્રાઈસમાં વધારો કર્યો છે. તેમાં માર્ચની શરુઆતમાં ગોલ્ડનો ટાર્ગેટ પ્રાઈસ 3300 ડોલર પ્રતિ ઔંસ સેટ કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ચીનને લઈને ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યા છે. જેના કારણે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર શરુ થઈ ગયું છે. આ જ કારણ છે કે રોકાણકારો ગોલ્ડ તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

ગોલ્ડ ETF નો દર શું છે?

ગયા અઠવાડિયે, ગોલ્ડ ETF પહેલી વાર $3200 પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયું. વૈશ્વિક સ્તરે વધતા તણાવને કારણે, ગોલ્ડ ETFનો દર $3245.69 પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયો હતો. ભૌતિક અને વિનિમય વેપારમાં સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

આજે સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે? (આજનો સોનાનો ભાવ)

આજે, સ્પોટ ગોલ્ડ 0.4 ટકાના ઘટાડા પછી $3223.67 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ સોનાનો વાયદો 0.1 ટકા ઘટીને $3,240.90 પ્રતિ ઔંસ થયો હતો.

આ પણ વાંચો: પવન કલ્યાણના પત્નીએ સાઉથના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં વાળનું દાન કર્યું, જાણો કઈ માનતા પૂરી કરી

Back to top button