ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દિલ્હીમાં છોકરી પર છરી વડે હુમલો, જૂઓ ભયાનક CCTV

Text To Speech
  • દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાંથી એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી
  • રસ્તાની વચ્ચે એક યુવકે યુવતી પર છરી વડે અનેક વાર કર્યા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

દિલ્હી, 24 માર્ચ: રાજધાની દિલ્હીના મુખર્જી નગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક એક યુવતી પર છરી વડે હુમલો કરી રહ્યો છે, જેના કારણે યુવતીને ઈજા થઈ છે. યુવતીની તબિયત અત્યારે સારી છે. પોલીસે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના 22 માર્ચ શુક્રવારના રોજ મુખર્જી નગરમાં બની હતી. વાયરલ વીડિયોમાં જે યુવક યુવતી પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે તેનું નામ અમન હોવાનું કહેવાય છે. તે મુખર્જી નગરમાં અહીં-તહીં ફરતો હતો. આજુબાજુમાં રહેતા વિદ્યાર્થીઓ ઘણીવાર તેને પાગલ કહીને તેની મજાક ઉડાવતા હતા.

યુવતીએ મજાક ઉડાવી એટલે હુમલો કર્યો: આરોપી

જે યુવતી પર હુમલો થયો તે યુવતી આ વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા આવતી હતી. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે યુવતીએ તેની મજાક પણ ઉડાવી હતી. ગુસ્સામાં તેણે શાકભાજીની દુકાનમાંથી છરી ઉપાડી તેના પર હુમલો કર્યો હતો.

અહીં જૂઓ CCTV

 

આસપાસના લોકો યુવતીને બચાવવા પહોંચ્યા

સદનસીબે આ હુમલામાં યુવતીને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આવા હુમલામાં ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે હુમલાખોર હુમલો કરે છે ત્યારે આસપાસના લોકો ડરીને ભાગી જાય છે, પરંતુ આ હુમલા સમયે ત્યાંથી પસાર થતા લોકોએ આરોપીને રોકવા અને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, જેના કારણે હુમલાખોરથી યુવતીને બચાવવામાં આવી છે. હાલ યુવતીની તબિયત સારી છે. પોલીસે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ISISમાં જોડાવા જઈ રહ્યો હતો IIT-ગુવાહાટીનો વિદ્યાર્થી, આસામમાં ઝડપાયો

Back to top button