કચ્છ - સૌરાષ્ટ્ર

ગીર સોમનાથ : ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે 6 માસની જેલની સજા ફટકારી

Text To Speech

ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે જ્યારે અન્ય 3 મળતીયાઓને પણ સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2010માં ચોરવાડમાં મારામારીના એક કેસમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાને આ સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો : રાહુલે અદાણી પર હુમલો કરતાં કહ્યું કે “એવુ તો કયો જાદુ થઈ ગયો કે 9 વર્ષમાં બીજા નંબર પર..”
ગીર - Humdekhengenews2010માં મીત વૈધ અને હરીશ ચુડાસમા પર વિમલ ચુડાસમા અને અન્ય ત્રણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં માળિયા કોર્ટે કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અન્ય 3 ઇસમોને 6 મહિનાની જેલની સજા ફટકારતા લોકોમાં ચર્ચાએ જોર પકડયું હતું.

આ પણ વાંચો : AMCદ્વારા હવે ફ્લાવર વેલીનું આયોજન, 2 વર્ષ સુધીના બાળકોને મળશે મફત પ્રવેશ,જાણો શું છે વિશેષતા
ગીર - Humdekhengenews કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 922 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. વિમલ ચુડાસમાએ ભાજપના માનસિહ પરમારને હરાવી જીત તેમના નામે કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી માત્ર 17 બેઠક જ મળી હતી જેમાંથી એક બેઠક ગીર સોમનાથની પણ હતી.

Back to top button