ભારતીય રેલવે તરફથી ભેટ! ઉનાળામાં દોડશે વિશેષ ટ્રેનો, જાણો યાદી અને રૂટ
- આ ઉનાળુ સ્પેશિયલ ટ્રેનની સેવા 8 એપ્રિલથી કરવામાં આવી શરૂ
નવી દિલ્હી, 10 એપ્રિલ: મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ નવી સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે 28 વધારાની સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. ભારતીય રેલવેએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, મુંબઈ અને માઉ/કોચુવેલી વચ્ચે દોડતી વધારાની ટ્રેનો ઉનાળાની ઋતુમાં મુસાફરીને સરળ બનાવશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન સેવાઓ 8 એપ્રિલ 2024થી શરૂ થઈ છે. તો આવો જાણીએ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી આ નવી સ્પેશિયલ ટ્રેનોની યાદી, સમય અને રૂટ વિશે.
મહત્ત્વપૂર્ણ છે કે, રેલવે મુસાફરો સમર સ્પેશિયલ ટ્રેન નંબર 01079 અને 01463 માટે તમામ કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઈટ પર રિઝર્વેશન કરાવી શકે છે.
સમર સ્પેશિયલ ટ્રેનોની સંપૂર્ણ યાદી
1. CSMT-માઉ સ્પેશિયલ (4 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 01079ની વિશેષ સેવા CSMT મુંબઈથી બુધવારે 10 એપ્રિલના રોજ રાત્રે 10:35 કલાકે અને 1 મેના રોજ ઉપડશે. આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 11.10 વાગ્યે માઉ પહોંચશે.
ટ્રેન નંબર 01080ની વિશેષ સેવા શુક્રવારે 12 એપ્રિલ અને 3 મેના રોજ બપોરે 1:10 વાગ્યે માઉથી ઉપડશે. આ ટ્રેન ત્રીજા દિવસે બપોરે 12.40 વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનસ (CSMT) મુંબઈ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, આ બંને ટ્રેન સેવાઓ દાદર, થાણે, કલ્યાણ અને ભોપાલ સહિત અન્ય ઘણા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં બે AC-III ટાયર, 18 સ્લીપર ક્લાસ સહિત કુલ 22 ICF કોચ હશે.
2. LTT-કોચુવેલી સાપ્તાહિક વિશેષ (24 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 01463 સાપ્તાહિક વિશેષ સેવા લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) મુંબઈથી 11 એપ્રિલથી 27 જૂન દરમિયાન દર ગુરુવારે સાંજે 4 વાગ્યે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે રાત્રે 8.45 કલાકે કોચુવેલી પહોંચશે.
ટ્રેન નંબર 01464ની સાપ્તાહિક વિશેષ સેવા 13 એપ્રિલથી 29 જૂન સુધી દર શનિવારે સાંજે 4:20 કલાકે કોચુવેલીથી દોડશે. આ ટ્રેન બીજા દિવસે રાત્રે 9.50 વાગ્યે LTT મુંબઈ પહોંચશે.
આ ટ્રેનો રૂટમાં થાણે, રત્નાગીરી, મડગાંવ જંક્શન અને એર્નાકુલમ ટાઉન ખાતે રોકાશે. આ ટ્રેનોમાં એક ફર્સ્ટ એસી, એક ફર્સ્ટ એસી કમ એસી સેકન્ડ ટાયર, બે એસી-2 ટાયર, 6 એસી-III ટાયર અને 8 જનરલ ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે.
૩. ટ્રેન નંબર 05616 ગુવાહાટી-શ્રી ગંગાનગર સ્પેશિયલ
આ ટ્રેન 15 એપ્રિલ 2024ના રોજ ગુવાહાટીથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને કટિહાર, બરૌની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, હાજીપુર, ગોરખપુર, અયોધ્યા ધામ જંક્શન, લખનૌ, જયપુર, આગ્રા થઈને 18 એપ્રિલ 2024ના રોજ બપોરે 3:15 વાગ્યે શ્રી ગંગાનગર પહોંચશે.
આ પણ જુઓ: બુલેટ ટ્રેનની તીવ્ર ગતિનું કારણ એક પક્ષી છે! જાણો હાઈસ્પીડ ટ્રેન કેવી રીતે તૈયાર થઈ