ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ગૌતમ અદાણીએ પૌત્રી સાથે શૅર કરી તસવીર, લાગણીશીલ બની શું કહ્યું જાણો

Text To Speech

નવી દિલ્હી, 02 એપ્રિલ: ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસ સમૂહ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ તેમની પૌત્રી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટામાં પોતાની પૌત્રી વિશે લખ્યું છે કે, આ આંખોની ચમકની આગળ દુનિયાની તમામ સંપત્તિ ફીક્કી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં ગૌતમ અદાણી તેમની 14 મહિનાની પૌત્રી કાવેરીને પોતાના ખોળામાં ઊંચકી છે. આ ફોટો 21 માર્ચે લંડનના સાયન્સ મ્યુઝિયમમાં ન્યૂ અદાણી ગ્રીન એનર્જી ગેલેરીમાં લેવામાં આવ્યો હતો. કાવેરી તેમની સૌથી નાની પૌત્રી છે. તે કરણ અને પરિધિ અદાણીની ત્રીજી દીકરી છે.

પૌત્રીઓ સાથે સમય વિતાવવો રાહતની ક્ષણ: ગૌતમ અદાણી

કેટલાક સમય પહેલા ગૌતમ અદાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેમના માટે તેમની પૌત્રીઓની સાથે સમય વિતાવવો એ મોટી રાહતની ક્ષણ છે. અદાણી કાર્યક્રમ દરમિયાન કહ્યું, મને મારી પૌત્રીઓ સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે. તેનાથી તમામ ટેન્શન દૂર થઈ જાય છે. મારી પાસે માત્ર બે જ દુનિયા છે, કામ અને પરિવાર. મારા માટે મારો પરિવાર સૌથી મોટી તાકાત છે.

$100 બિલિયનથી વધુની સંપત્તિ

મુકેશ અંબાણી પછી અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની પાસે $102 બિલિયનની સંપત્તિ છે. અને તે વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે. 2024માં તેમની સંપત્તિમાં $18.1 બિલિયનનો વધારો થયો છે. મહત્ત્વનું છે કે, હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપ 2023માં થયેલા નુકસાનમાંથી ઝડપથી બહાર આવી રહ્યું છે અને છેલ્લા એક વર્ષમાં ગ્રુપ કંપનીઓએ રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે.

આ પણ વાંચો: લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ,અદાણી કહ્યું,-

Back to top button