ટ્રેન્ડિંગબિઝનેસ

ગૌતમ અદાણી પર હવે ભારતમાં પણ શરૂ થઈ મુશ્કેલી, જાણો શું આવી નવી આફત?

ઉદ્યોગકાર ગૌતમ અદાણીની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. હજી તો હિંડનબર્ગના રિપોર્ટના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા અદાણી જૂથે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે, જેના પછી હવે રોઈટર્સનો રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સ્થાનિક બેંકો પાસે અદાણી ગ્રુપ ઓફ કંપનીઓ સાથેના તેમના એક્સપોઝરની વિગતો માંગી છે.

આ પણ વાંચો : શું માર્કેટને બજેટ પસંદ ન આવ્યું કે પછી અદાણીના શેર રહ્યા બજારને નીચે લાવવા માટે કારણભૂત ?

આ અંગે એક રિપોર્ટ અનુસાર રોઇટર્સ સાથે વાત કરી હતી અને નામ ન આપવાની શરતે માહિતી આપી છે કે, ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેન્કો પાસેથી અદાણી ગ્રુપ ઓફ કંપનીઓના એક્સપોઝરની વિગત માંગી છે. તેમજ તેમની વધુ વિગતો મેળવવાની કોશિશ કરી રહ્યું છે. આ ઉપરાંત આજે સિટી ગ્રુપના વેલ્થ યુનિટે અદાણી સિક્યોરિટીઝ પર માર્જિન લોન આપવાનું બંધ કરી દીધું છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથે હજી ગઈકાલે જ સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધા પછી ગુરુવારે અદાણી જૂથની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ પરિસ્થિતિ અને વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં, તે FPOની આવક પરત કરીને અને પૂર્ણ થયેલ વ્યવહાર પરત ખેંચીને તેના રોકાણ સમુદાયના હિતનું રક્ષણ કરવાનો હેતુ ધરાવે છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીએ લોકોને જણાવ્યું FPO પરત ખેંચવાનું સાચું કારણ, જુઓ Video

આ પછી ગુરુવારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ રોકાણકારોને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન બજારની સ્થિતિમાં ₹20,000 કરોડના હિસ્સા સાથે આગળ વધવું “નૈતિક રીતે યોગ્ય” નથી. સમૂહના યુ-ટર્નથી રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થવાની ધારણા છે.

અદાણી ગ્રુપના સ્ટોકમાં આજે પણ ઘટાડો

અદાણી ગ્રુપના સ્ટોકમાં આજે પણ હાહાકાર જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના મોટાભાગના શેરો નીચલી સર્કિટમાં દેખાયા હતા અને આ શેરોમાં 15% સુધીનો જંગી ઘટાડો નોંધાયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 1815 પર પહોંચ્યો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત 4190 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત 1528 રૂપિયા છે. એક સપ્તાહની અંદર સ્ટોકની કિંમત અડધી થઈ ગઈ છે.

Back to top button