ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

બેંગ્લોરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબા નાઈટ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • કાર્યક્રમમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપી હાજરી
  • કાર્યક્રમમાં મા ખોડલની આરતી કરી મહાનુભાવોનું સન્માન અને વક્તવ્ય યોજાયું

બેંગ્લોર : શહેરના બનારઘાટા રોડ પર આવેલા કલ્યાણી કલામંદિર ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા તારીખ 29 ઓક્ટોબરને શરદ પૂર્ણિમાના રોજ સ્નેહમિલન અને ગરબા નાઈટ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ સાથે મળીને મા ખોડલની આરતી કરી હતી અને ત્યારબાદ મહાનુભાવોનું સન્માન અને વક્તવ્ય યોજાયું હતું. સૌએ સાથે મળીને ગરબે રમીને મા ખોડલની આરાધના કરી હતી. બેગ્લોરમાં વસતા લેઉવા પટેલ સમાજના અંદાજે 1100થી વધુ સભ્યો પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.

બેંગ્લોરમાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના પરિવારો કરે છે વસવાટ 

GARBA NIGHT IN BENGALURU-HDNEWS

બેંગ્લોર ખાતે મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તમામ પરિવારો એકજૂટ થઈને એકબીજાને મદદરૂપ થઈ શકે અને સામાજિક સંગઠન મજબૂત બની રહે તે હેતુથી વર્ષોથી બેંગ્લોરમાં સમસ્ત લેઉવા પટેલ સમાજનું ટ્રસ્ટ બન્યું છે. ત્યારે આ ગ્રુપ દ્વારા અવાર નવાર સામાજિક-ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.  ત્યારે શરદ પૂર્ણિમા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં કાગવડના ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ચેરમેન નરેશ પટેલે સમાજની એકતાના લાભાલાભના ઉદાહરણ આપ્યા હતા તથા વતનથી દૂર વસેલા સમાજના પરિવારને લેઉવા પટેલ સમાજ વિશે સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદ્ ઉપરાંત કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં થનારા આયોજન વિશેની માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમમાં પટેલ સમાજના મહાનુભાવો રહ્યાં હતા ઉપસ્થિત 

NARESH PATEL IN BENGALURU

આ કાર્યક્રમમાં  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી અને કચ્છ વાગડ લેઉવા પટેલ સમાજના અગ્રણી ભચુભાઈ અરેઠીયા, કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી બકુલભાઈ સોરઠીયા, શૈલેષભાઈ અકબરી હાજર રહ્યા હતા. કચ્છ વાગડ લેઉવા પટેલ સમાજ બેંગ્લોરના પ્રમુખ અંબાલાલ પટેલ, ભરતભાઈ બોદર સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.

આ પણ જુઓ :આનંદીબેન, ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં સંડેરમાં ખોડલધામનું ભૂમિપૂજન

Back to top button