ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્સર અને સુગરની નકલી દવાઓ વેચતી ગેંગનો પર્દાફાશ, સીરિયન નાગરિક સહિત 4ની ધરપકડ

Text To Speech
  • દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ વિભાગને મોટી સફળતા મળી 

નવી દિલ્હી, 6 જૂન: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલને આજે ગુરુવારે મોટી સફળતા મળી છે. સાયબર સેલ વિભાગે કેન્સર અને સુગરની નકલી દવાઓ વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસ દ્વારા એક સીરિયન નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ LLM કરેલું છે. આ ગેંગ પાસેથી પોલીસને કરોડો રૂપિયાની નકલી દવાઓ મળી આવી છે.

 

કરોડો રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી 

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની સાયબર સેલની ટીમે દિલ્હીમાં નકલી અને પ્રતિબંધિત ‘લાઇફ સેવિંગ’ કેન્સરની દવાઓના આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં કિંગપિન, ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ફાર્માસિસ્ટ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તુર્કી, ઇજિપ્ત અને ભારત વચ્ચે ડ્રગ્સ સપ્લાય કરનાર સીરિયા સ્થિત આંતરરાષ્ટ્રીય કેરિયરની પણ ધરપકડ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની કિંમતની અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ લાઇફ સેવિંગ નકલી કેન્સર અને ડાયાબિટીસ દવાઓ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ બધી દવાઓ નકલી અને ભારતમાં પ્રતિબંધિત છે.

આ પણ જુઓ: સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા! ભિંડરાવાલેના પોસ્ટરો પણ લહેરાયા, જાણો કારણ

Back to top button