ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત : રૂપિયા 1 કરોડના ડ્રગ્સ મામલે SOGએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો

Text To Speech
  • 1800 કિલો મીટરનો પીછો કરી આરોપીને પકડ્યો
  • એસોજીને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી
  • ભાગી છૂટેલા બે પૈકી એકની ધરપકડ પોલીસે કરી

ગુજરાતના સુરત શહેરમાં રૂપિયા 1 કરોડના ડ્રગ્સ મામલે SOGએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો છે. જેમાં બેમાંથી એક આરોપી ઝડપાયો છે. અગાઉ ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં સુરત શહેર SOGની ચુક થઈ હતી. તેમાં ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં બંને પેડલર ભાગી છુટ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ, ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા

ભાગી છૂટેલા બે પૈકી એકની ધરપકડ પોલીસે કરી

ભાગી છૂટેલા બે પૈકી એકની ધરપકડ પોલીસે કરી છે. જેમાં મોહમ્મદ કાસિફ શેખ ડ્રગ્સ મંગાવાનાર હતો. તેમાં મોહમ્મદ કાસીફ મુંબઈથી ઉત્તર પ્રદેશ ભાગી છુટ્યો હતો. ત્યારે સુરત એસઓજીએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો છે. 1800 કિલો મીટરનો પીછો કરી ઉતરપ્રદેશના લખનૌ સ્થિત દેવા શરીફ ખાતેથી આરોપીને પકડ્યો છે. જેમાં પોલીસે સ્થાનિક પહેરવેશ પહેરીને આરોપીને ઝડપી પાડયો હતો.

અગાઉ એસોજીને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી હતી

અગાઉ એસોજીને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી હતી. સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું હતુ. પરંતુ સપ્લાય કરનાર કાશીફ, લેનાર સેહબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.

બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસોજીને મળી

સુરતના લાલ ગેટ લાલમીયા મસ્જિદ પાસે બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસોજીને મળી હતી. એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી. તે દરમિયાન આરોપી મોહમ્મદ કાસીફ ઉર્ફે પશીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ કે, જેનું વજન 1 કિલો હતું અને તે લઈને નીકળ્યો હતો. એક કરોડ રૂપિયાની રકમનું આ ડ્રગ્સ તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો. ત્યારે પોલીસને જોઇ આરોપીઓ ભાગી ગયા હતા. જેમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

Back to top button