અમદાવાદ-મુંબઈ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર અને બસ અથડાતા બે ના ઘટના સ્થળે મોત


અમદાવાદ-મુંબઈ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બસ ચાલકે અચાનક બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના કોસંબા નજીક ડમ્પર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તો કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત
અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે રાતદિવસ વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે આ હાઈવે પર અવાર નવાર અકસ્માતો થવાની ધટના બનતી રહેતી હોય છે. ત્યારે આજે સુરતના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઉભેલા ડમ્પર પાછળ પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયો હતા. આ ઘટનામાં બસમામ સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને બસમાં સવાર અનેય લોકો પણ ઈજાગ્રસ્ત થતા તેમને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતની ઘટનાને પગલે અહી ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને અકસ્માતને પગલે પોલીસ કોફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક ભારે !