ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, 22ના મોતનો સરકારે કર્યો સ્વિકાર, સુરક્ષા માટે કેવા લીધા પગલા?

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2025: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજી ઉઠ્યો. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે આ ઘટનામાં બેદરકારી બદલ ચાર અધિકારીઓની ફરજ મોકૂફ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ રાજ્યભરના પુલોની સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યભરના પુલોની ચકાસણીનો આદેશ આપ્યો હતો. રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગના હસ્તકના 1,054 મેજર બ્રિજ, 5,475 માઇનોર બ્રિજ અને 239 સીડી સ્ટ્રક્ચરનું પુનઃ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણ બાદ 148 પુલોને ભારે વાહનો માટે અને 18 પુલોને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી આગળની દુર્ઘટનાઓ ટાળી શકાય. સરકારે જણાવ્યું કે આ પુલોનું સમારકામ અને મજબૂતીકરણ ઝડપથી હાથ ધરવામાં આવશે.

આ ઘટનાએ વિધાનસભામાં તીવ્ર ચર્ચા જગાવી છે. કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે R&B વિભાગની બેદરકારી અને નબળી દેખરેખને કારણે આ દુર્ઘટના ઘટી. ઈમરાન ખેડાવાલાએ માંગ કરી કે દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો:  વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસના નેતાઓએ મનરેગા કૌભાંડ મુદ્દે કર્યા દેખાવો, મંત્રીના રાજીનામાની માંગ

Back to top button