કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર : આજથી રાજકોટથી ઇન્દોરની ડાયરેક્ટર ફ્લાઈટ શરૂ, પ્રથમ ફ્લાઈટનું અદ્દભુત રીતે કરાયું સ્વાગત

Text To Speech
  • રાજકોટથી ઉદયપુર અને ઇન્દોર સુધી ફ્લાઇટ શરૂ
  • સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને થશે ફાયદો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.આજથી રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે.આજે સવારે તેની પ્રથમ ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થતા તેનું અદ્દભુત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર,છેલ્લા કેટલાક સમયથી રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ વધારવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતાં પહેલાં આજથી ઈન્ડિગો કંપની દ્વારા ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થયો છે.આજે સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટ શરૂ થતાંની સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અને લોકોને ફાયદો થશે.

કુલ બે ફ્લાઇટ શરૂ થશે
મહત્વનું છે કે, રાજકોટથી ઉદયપુર અને ઇન્દોર જવા માટેની બે ફ્લાઇટ શરૂ થશે. આ નવી વિમાનસેવા શરૂ થતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે.ઇન્દોરની ફ્લાઇટથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ફાયદો થશે.ઉદયપુર અને ઇન્દોરની ફ્લાઈટ શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

અગાઉ ત્રણ નવી ફ્લાઈટ શરૂ થવાની હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટ પરથી કુલ ત્રણ નવી ફ્લાઈટ શરૂ થવાની હતી. જે પૈકીની રાજકોટ-ઈન્દોરની ફ્લાઈટ શરૂ થઈ શકી ન હતી અને તે ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. ગત મહિને 3 જુલાઈથી રાજકોટ પુણેની નવી ફ્લાઈટ શરૂ થઈ હતી. આ ફ્લાઈટ પુણેથી સવારે 7.30 કલાકે ઉડાન ભરીને 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થતાં તેનું પણ વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Back to top button