ટોરન્ટ પાવરની બોગસ રસીદ બનાવી ગ્રાહક સાથે છેતરપિંડી
સુરતમાં ટોરન્ટ પાવર કંપનીના લોગોવાળી બોગસ રસીદ બનાવી સોલાર પાવરના નામે ગ્રાહક પાસે વધારાના રૂપિયા 6340 પડાવી લેનારા ઇલેક્ટ્રિશિયનની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: નવરાત્રીના પર્વે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોને સ્વર્ગ જેવો અનુભવ થયો
સોલાર પેનલ લગાવવાની વાત કરી
મળતી વિગતો પ્રમાણે વરાછા-હીરાબાગ ખાતે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ઉત્તમકુમાર શંભુભાઇ કાનાણી ટોરન્ટ પાવરમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે. જેમાં એક ગ્રાહક ચિંતન બાગડાવાલા ખટોદરા સ્થિત તેમની ઓફિસે આવ્યા હતા. તેમણે સોલાર પેનલ લગાવવાની વાત કરી હતી. બાગડાવાલાનો મિત્ર હિરેન હસ્તક ચિંતન સવાણી સાથે સંપર્ક થયો હતો.
આ પણ વાંચો: સુરત: ઓનલાઇન હનીટ્રેપમાં ફસાતા ધો.12ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
કંપનીમાં તપાસ કરતા સર્વિસના રેકોર્ડમાં 17820 જ જમા થયા
સવાણીએ પાવરનો લોડ વધારી આપવાની વાત કરી હતી. તે ટોરન્ટ પાવરની ઓફિસમાંથી અરજી ફોર્મ પણ લઇ આવ્યો હતો. ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇ વોટ્સએપ પર ટોરન્ટ પાવરનું 24,140નું કોટેશન ફોર્મ મોકલી આપ્યું હતુ. જે રકમ ચિંતન સવાણી ઘરે આવી લઇ ગયો હતો અને બાદમાં પેમેન્ટ રસીદ પણ તેણે મોકલી આપી હતી. બે મહિના પછી ટોરન્ટ પાવરની એપમાં ચેક કરતા ટોરન્ટ પાવરના એકાઉન્ટમાં રૂપિયા 17,820 જ જમા થયા હોવાનું બહાર આવ્યું હતું. કંપનીમાં તપાસ કરતા સર્વિસના રેકોર્ડમાં 17820 જ જમા થયા હતા.
રોકડા રૂપિયા 6,340 પડાવી ઠગાઇ કરી
ચિંતન સવાણીએ ઠગાઇ કરવાના ઇરાદાથી ટોરન્ટ પાવર કંપનીના લોગોવાળી બોગસ પેમેન્ટ રસીદ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ચિંતન બાગડાવાલા પાસેથી વધારાના રોકડા રૂપિયા 6,340 પડાવી ઠગાઇ કરી હતી. ઉત્તમ કાનાણીએ ફરિયાદ આપતા મહિધરપુરા પોલીસે ચિંતન ઘનશ્યામ સવાણી (રહે. ધનરાજ સોસાયટી, ગજેરા સ્કૂલ પાસે, કતારગામ) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ઇલેક્ટ્રિશિયન ચિંતન સવાણીની ધરપકડ કરી હતી.