પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ડેનિશ કનેરિયાનો ગુસ્સો ફૂટ્યો, કહ્યું- ‘ આજે બાંગ્લાદેશ, બંગાળ અને કાશ્મીરમાં હિંદુ નિશાના પર

પાકિસ્તાન, 23 એપ્રિલ 2025 : પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ડેનિશ કનેરિયાએ પહેલગામ આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિંદુઓ નિશાના પર છે.
ડેનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં બીજો બર્બર હુમલો. બાંગ્લાદેશથી લઈને બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિંદુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જેઓ ‘સેક્યુલર’ છે અને ન્યાયતંત્રમાં માને છે તેઓ આ કાયર હુમલાખોરોને ‘દલિત લઘુમતીઓ’ માને છે. આ હુમલામાં જેમના પરિવારજનોનો ભોગ લીધો છે તેમને ન્યાય મળવો જોઈએ.”
Another brutal attack in Pahalgam. From Bangladesh to Bengal to Kashmir, the same mindset targets Hindus. But ‘seculars’ and judiciary insist the attackers are ‘oppressed minorities.’ Victims deserve justice. pic.twitter.com/GtA5WpFjIr
— Danish Kaneria (@DanishKaneria61) April 22, 2025
પાકિસ્તાને કહ્યું- અમારો હાથ નથી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પર પાડોશી દેશ પાકિસ્તાને કહ્યું છે કે આ કાયરતાપૂર્ણ હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અમારે આ (હુમલા) સાથે કોઈ લેવાદેવા નથી. અમે તમામ પ્રકારના આતંકવાદને નકારીએ છીએ. પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે આ હુમલા પાછળ ભારતના લોકોનો હાથ છે. ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે.
સમગ્ર ક્રિકેટ જગત ગુસ્સામાં છે
આ પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો પણ જમ્મુ-કાશ્મીરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરી ચૂક્યા છે. IPL 2025માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલે પોસ્ટ કર્યું, “પહલગામમાં થયેલા હુમલા વિશે સાંભળીને હૃદય તૂટી ગયું. મારી પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી.”
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટર પર લખ્યું, “આજે કાશ્મીરમાં જે બન્યું તે સાંભળીને હું ચોંકી ગયો અને ગુસ્સે થયો. જવાબદારોને સજા થશે, મને ખાતરી છે કે તેઓને સજા મળશે. હું માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું…” ભૂતપૂર્વ ભાર તીય ક્રિકેટર અને હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ આ હુમલાની સખત નિંદા કરી અને લખ્યું, “મૃતકોના પરિવારજનો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોને કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે.”












