પૂર્વ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ 2024માં ચૂંટણી મેદાનમાં બોલાવશે બખ્ખાં, જાણો શુ કહ્યું
વડોદરાની બહુચર્ચીત વાઘોડિયા બેઠક પરથી સતત જીતતા આવતા પૂર્વ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ ના મળતા ભાજપની સામે બાંયો ચઢાવીને અપક્ષ ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી શક્યા ન હતા. ત્યારે 2024ની ચૂંટણી માટે મધુશ્રીવાસ્તે તૈયારી બતાવી હતી. મધુશ્રીવાસ્તવે આજે ફરી એક વાર રાજકીય ધમકી આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે ઉપરથી ટિકિટ નક્કી જ હતી પણ જેણે કાપી છે એનો હુ ખુલ્લેઆમ વિરોધ કરીશ.
મધુશ્રીવાસ્તવના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
વડોદરાની વાઘોડિયા સીટના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તનું ભાજપમાંથી પત્તુ કપાયા બાદ ફરી એક વાર દબંગ અવતારમાં જોવા મળી રહ્યા છે. પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતી મધુશ્રીવાસ્તવ આજે ફરી એક વાર તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવના નિવેદનથી આજે ગુજરાતનું રાજકારણ 2024ની ચૂંટણી પહેલા જ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા સાંસદ પર વિધાનસભાની ટિકિટ કાપી હોવાનો આરોપ લગાવ્યો છે. અને તેમણે પોતાની ટીકીટ કરનારાઓને ખુલ્લે આમ ચેતાવમી આપી છે કે આવનારી 2024ની ચૂંટમીમાં જે લોકોએ મારી ટિકિટ કાપી છે તેમનો ખુલ્લો વિરોધ કરવાનો છું.
2024ની લોકસભાની ચૂંટણી પહેલા ચીમકી
મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હુ વર્ષોથી ભાજપમાં છું અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રોગ્રામ હોય તો ચોક્કસપણે અભિનંદન પાઠવીએ છીએ પણ હું તેમાં જતો નથી. કારણ કે ભાજપની અંદર વડોદરા લોકલના સંસદસભ્ય અને આ લોકોએ મારી ટિકિટ કાપી છે. ટિકિટ આપવાનું તો નક્કી હતું પણ આ લોકોએ મારી ટિકિટ કાપી છે. જેથી આવનારી 2024ની ચૂંટણીમાં જે લોકોએ મારી ટિકિટ કાપી છે તેમના ખુલ્લેઆમ વિરોધમાં જવાનો છું.
આ પણ વાંચો : વિચિત્ર ઘટના : લગ્નમાં DJના કંપનથી છંછેડાઈ મધમાખીઓ, પછી શું થઈ જાનૈયાઓની હાલત ?