ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં શ્વાનના આતંકની વધુ એક ઘટના, શ્વાન પાછળ દોડતા બાઈક ચાલકનો અકસ્માત

Text To Speech

વડોદરામાં રખડતા શ્વાનને કારણે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શ્વાનને કારણે એક બાઈક ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

શ્વાનનો આતંક-humdekhengenews

શ્વાનને કારણે બાઈક ચાલકનો અકસ્માત

શહેરમાં રખડતા ઢોરના આતંક બાદ હવે શ્વાનનો આતંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રખડતા શ્વાનો ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હોય છે. જેના કારણે ક્યારેક અહીથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે આજે આવી જ ઘટના ફરી ઘટી છે. જેમાં શ્વાન બાઈક ચાલક પાછળ દોડતા બાઈક ચાલક ડરી ગયો અને તેના કારણે તેનો અકસ્માત સર્જાયો હતો.

બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

જાણકારી મુજબ વડોદરાના જુનીગઢી વિસ્તારમાં રખડતા શ્વાનને કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રખડતા શ્વાનને કારણે બાઇક ચાલક નીચે પટકાયો અને તે ઈજાગ્રસ્ત થયો હતો. શ્વાન બાઈક ચાલકના પાછળ દોડતા તે ડરી ગયો હતો અને તેને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને માથા, પાંસળીઓ અને ખભા ભાગે ઈજા પહોંચી હતી. શ્વાનના કારણે સર્જાયેલા આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો : ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

Back to top button