IPL-2024T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

હાર્દિક પંડ્યા અંગે પૂર્વ ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું ટ્રોલ કરનારા જલ્દી ફેન બની જશે

  • હાર્દિક પંડ્યાની ટ્રોલિંગ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડીએ મોટું નિવેદન
  • વસીમ જાફરે કહ્યું, ‘હાર્દિક પંડ્યાએ હિંમત જાળવી રાખવી જોઈએ, મહિના પછી લોકો તમારા વખાણ કરશે’

HD ન્યૂઝ ડેસ્ક, 1 મે: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. હાર્દિકની કપ્તાનીમાં ટીમ આ સિઝનમાં 10 મેચમાંથી માત્ર ત્રણ જ મેચમાં જીત મેળવી શકી છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા ચાહકો તરફથી ટ્રોલીંગનો સામનો કરી રહ્યો છે. આ બાબતોની અસર હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર પણ જોવા મળી રહી છે. IPL 2024માં હાર્દિક અત્યાર સુધી બેટ અને બોલ બંનેથી સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. અહીંથી આ સિઝનમાં એક હાર મુંબઈ ઈન્ડિયન્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાની ટ્રોલિંગ પર સવાલ ઉઠાવતા પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફરે મોટું નિવેદન આપ્યું છે.

વસીમ જાફરે શું કહ્યું?

વસીમ જાફર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની આકર્ષક પોસ્ટ્સ માટે પ્રખ્યાત છે. વસીમ X પર પણ ઘણો એક્ટિવ પણ રહે છે. દરમિયાન, હાર્દિક પંડ્યાના સમર્થનમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે, તેણે લખ્યું હતું કે તમે હાર્દિકના ખરાબ પ્રદર્શન માટે તમે ગમે તેટલી ટીકા કરી શકો છો પરંતુ સતત વ્યક્તિગત ટ્રોલિંગ અને હુમલાઓ જોઈને તે ખૂબ નિરાશાજનક છે. તેમણે હાર્દિકને હિંમત જાળવી રાખવા કહ્યું. જાફરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, હિંમતવાન બની રહો હાર્દિક પંડ્યા. આવતા મહિને તમે વર્લ્ડ કપમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમશો અને એ જ લોકો તમારા વખાણ કરશે. જ્યારથી હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી છે. ત્યારથી તેમને ફેન્સ તરફથી ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્લ્ડ કપમાં પંડ્યાનું ફોર્મ જરુરી

ટીમ ઈન્ડિયાને જૂન મહિનામાં T20 વર્લ્ડ કપ રમવાનો છે. આ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં IPL દરમિયાન હાર્દિકનું ફોર્મમાં હોવું ખૂબ જ જરૂરી છે. જેથી તેઓ યોગ્ય રીતે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ બની શકે અને ટીમ માટે પ્રદર્શન કરી શકે. ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યાનું ફોર્મ ઘણું મહત્વનું છે. તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડ કપ દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી. તે દરમિયાન પણ ચાહકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. આવી સ્થિતિમાં હાર્દિક પોતાને ફિટ રાખીને આ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માંગશે.

આ પણ વાંચો: T20 વિશ્વકપમાં ભારત ફાઈનલમાં નહીં આવેઃ કોણે કરી આવી આગાહી? કઈ ચાર ટીમ સેમી ફાઈનલમાં હશે?

Back to top button