ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત રમખાણ કેસમાં પૂર્વ DGPના શરતી જામીન મંજૂર, જાણો શું હતો સમગ્ર મામલો

Text To Speech
  • ગુજરાતના રમખાણ કેસમાં પૂર્વ DGPના જામીન મંજૂર
  • હાઈકોર્ટે પૂર્વ DGP આરબી શ્રીકુમારના શરતી જામીન મંજૂર કર્યા

ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો ફાટી નીકળ્યા હતા. વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગચંપી બાદ મોટાપાયે રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે રમખાણોને લઈ આજદિન સુધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં આ રાજ્યના પૂર્વ DGP આરબી શ્રીકુમારના હાઈકોર્ટે શરતી જામીન પર મંજૂરીની મહોર લગાવી હોવાની સામે આવી છે.

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,ગુજરાત રમખાણો ‘ષડયંત્ર’ કેસમાં તિસ્તા સેતલવાડની સાથે ધરપકડ કરાયેલા પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને હાઈકોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવા અને 25 હજારના બોન્ડ પર જામીન આપી દીધા છે. મહત્વનું છે કે દસ્તાવેજ સાથે છેડછાડ કરીને તાત્કાલિન CMને બદનામ કરવાના આરોપસર તીસ્તા સેતલવાડ સાથે પૂર્વ DGP આરબી શ્રીકુમારના ધરપકડ કરાઈ હતી. મહત્વનું છે કે,આ સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા પર આધારિત છે. જે હવે તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. શ્રીકુમારની ઉંમર લગભગ 75 વર્ષ છે અને તે વય-સંબંધિત બિમારીઓથી પીડિત છે. મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે 19 જુલાઈએ જામીન આપ્યા હતા.
ગોધરાકાંડના દોષીને 17 વર્ષે SCએ જામીન આપ્યા hum dekhenge news
75 વર્ષીય શ્રીકુમારને વય સંબંધિત બિમારીઓના ગ્રાઉન્ડ પર અપાયા જામીન
દસ્તાવેજ તપાસ એજન્સીની કસ્ટડીમાં હોવાથી HCએ જામીન આપ્યા છે.બીજી બાજુ તેઓની ઉંમર 75 વર્ષ હોવાથી શ્રીકુમારને વય સંબંધિત બિમારીઓના ગ્રાઉન્ડ પર જામીન મંજુર કરાયા છે.

જાણો શું હતી સમગ્ર ઘટના
ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ થયો હતો. સાબરતમી એક્સપ્રેસના કોચમાં આગ લાગ્યા બાદ 59 લોકોના મોત નિપજયા હતા. બાદમાં ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેના બીજા જ દિવસે 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં આવેલ ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરી પણ સામેલ હતા.

આ પણ વાંચો :  Gujarat Riots: ગોધરાકાંડ પછીના રમખાણોના ચાર કેસમાં કોર્ટે 35 આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર

Back to top button