કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી વિરુદ્ધ વિદેશી ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ‘જ્યોર્જ સોરોસ ઈચ્છે છે કે તેમના પક્ષનો માણસ ભારતમાં સત્તાની ખુરશી પર બેસે. આ બધા લોકો જાણે છે કે જ્યોર્જ સોરોસ અહીં કોને ફંડ આપે છે, કોને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો : અદાણીના 2010 માં અટકેલાં પ્રોજેક્ટની શરૂઆત 2014થી કેવી રીતે થઈ? જાણો સમગ્ર વિગત
“Modi is silent on the subject, but he will have to answer questions.”
Billionaire investor George Soros urges Indian PM Narendra Modi to respond to questions regarding the turmoil surrounding Gautam Adani’s business empire, calling them "close allies" https://t.co/yYRkWExWL2 pic.twitter.com/VDiWNzLn2q
— Bloomberg (@business) February 17, 2023
અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરોસે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચે ગાઢ સંબંધ છે અને બંનેનું ભાવિ એકબીજા સાથે જોડાયેલું છે. આ દરમિયાન બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જ્યોર્જ સોરોસે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા વિરુદ્ધ નિવેદન આપ્યું છે, જેનો કાળો ઈતિહાસ આખી દુનિયા જાણે છે. જ્યારે સમગ્ર વિશ્વના મહત્વના નેતાઓ ભારત અને વડાપ્રધાન મોદીની કાર્યક્ષમતા અને નેતૃત્વના વખાણ કરી રહ્યા છે ત્યારે સોરોસના બોલવાનો અર્થ શું છે?
આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ BBCની ઓફિસને તાળું મારી દીધું હતું, આજે કોંગ્રેસ ‘અઘોષિત ઈમરજન્સી’ની બુમો પાડે છે!
તેમણે કહ્યું કે, “દરેક ભારતીયે જ્યોર્જ સોરોસની વાતનો જવાબ આપવો જોઈએ. આજે આપણે જ્યોર્જ સોરોસને એક અવાજે જવાબ આપીએ કે લોકતાંત્રિક સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં. તેમણે કહ્યું હતું કે, ‘ભારત એ હકીકતનું સાક્ષી છે કે ભારતના બજેટમાં સંરક્ષણ પ્રણાલી માટે મોટી ફાળવણી છે. આજે જ્યારે અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સના રાષ્ટ્રપતિઓ આપણા લોકો દ્વારા કરવામાં આવેલા કામને આવકારી રહ્યા છે ત્યારે ચાલો જ્યોર્જ સોરોસને એક અવાજમાં જવાબ આપીએ. અમે વિદેશી દળોને પહેલા પણ હરાવ્યા છે, હવે પણ હરાવીશું. તેમનો હુમલો વ્યક્તિ પર નહીં પરંતુ ભારતીય લોકશાહી માળખા પર છે.સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘જ્યોર્જ સોરોસ ઈચ્છે છે કે તેમના પક્ષનો માણસ ભારતમાં સત્તાની ખુરશી પર બેસે. બધા લોકો જાણે જ છે કે જ્યોર્જ સોરોસ અહીં કોને ફંડ આપે છે, કોને સપોર્ટ કરે છે. તેણે 1 બિલિયન ફંડની જાહેરાત કરી છે કે તે ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં પોતાની રીતે ખર્ચ કરશે. પીએમ મોદી પર આ તેમનો પહેલો હુમલો નથી, પરંતુ હવે તેમણે જે હુમલો કર્યો છે તે ચોક્કસપણે લોકતાંત્રિક માળખા પર હુમલો છે.