ટ્રાફિકના નિયમોનું પાલન કરજો નહીં તો અમદાવાદ ટ્રાફિક પોલીસ…..
વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ કેમ પાછળ રહે! અમદાવાદ ટ્રાફિક પોલીસ આજે એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. સવાર થી સાંજ સુધી દરેક ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને પાલન ન કરનારને દંડ કરનાર અમદાવાદ ટ્રાફિક પોલીસ આજે અલગ જ પ્રકારનો દંડ કરતી જોવા મળી.
અમદાવાદ ચોકલેટ દિવસને અનુલક્ષી ટ્રાફિક પોલીસ અનોખી પહેલ
CTM ચાર રસ્તા પર ચોકલેટનું વિતરણ કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા@sanghaviharsh @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice #ChocolateDay pic.twitter.com/0KdY4DzWBA— Ahmedabad Police ????♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 9, 2023
અમદાવાદ ટ્રાફિક પોલીસ આજે CTM ચાર રસ્તા પર ચોકલેટ દિવસની ઉજવણી કરતી નજરે પડી, અમદાવાદ ટ્રાફિક પોલીસ નાગરિકોને ચોકલેટ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહી હતી. આમ તો આપણે એવું જ સાંભળીએ છીએ અને જોઈએ છીએ કે ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દંડ જ આપે એ વાત હવે ભૂલાતી જતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ પોલીસ CTM ચાર રસ્તા પાસે વાહનચાલકોને ચોકલેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી નજરે પડી હતી.
આ પણ વાંચો : Exclusive : SI કૌભાંડની વાત વચ્ચે BAOU યુનિવર્સિટીની સ્પષ્ટતા, વિદ્યાર્થીઓને કોઈ જ નુકસાન ન થાય
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ ઘણી વાર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા આવી રીતે કઈક અલગ પહેલ કરતી જ હોય છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસની આજની વર્તણૂકથી લોકો પણ ખુશ હતા અને ટ્રાફિક પોલીસે પણ હસતાં મોઢે વાહનચાલકોને ચોકલેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવ્યું હતું.