અમદાવાદ

આજથી અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઇવ, ટુ-વ્હિલરમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવનારની ખેર નથી!

Text To Speech

અમદાવાદ: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસ માટે વિવિધ ડ્રાઈવ યોજવામાં આવે છે. ત્યારે આજથી 12 મે સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં ડાર્ક ફિલ્મ લગાવેલા વાહનચાલકો તથા મોડીફાઈડ સાયલેન્સર લગાવેલી મોટર સાયકલચાલક વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.

ફોર વ્હીલરમાં કાચ પર ડાર્ક ફિલ્મ લગાવનાર અને ટુ વ્હીલરમાં મોડિફાઇડ સાયલેન્સર લગાવનાર વાહનચાલકોને દંડ કરવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે.

શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને આ અંગે સૂચના આપવામાં આવી છે. જેથી ટ્રાફિકના તમામ પોઇન્ટ પર આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે અને વાહન ચાલકોને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button