લાઈફસ્ટાઈલ

વરસાદની મોસમમાં સૌથી વધુ સ્ટાઇલિશ દેખાવા માટે અનુસરો આ ફેશન ટિપ્સ

Text To Speech

વરસાદની ઋતુ રોમેન્ટિક હોવાની સાથે આરામ આપનારી પણ હોય છે. ચોમાસાની ઋતુ સુંદર હોય છે પરતું જ્યાં સુધી તેની આંનદ બાલ્કની કે બારીમાંથી માણવામાં આવે છે. જ્યારે તમે બહાર હોવ, ત્યારે વરસાદી માહોલ પડકારજનક બની શકે છે. વરસાદની સિઝનમાં સ્ટાઇલિશ દેખાવા માટે તમે મોનસૂન ફેશન ટિપ્સ ફોલો કરી શકો છો.

મોનસૂન ફેશન ટિપ્સ:

1) વિવિધ રંગો પસંદ કરો

ચોમાસું એ સારા વાઇબ્સની ઋતુ છે. આ દિવસોમાં તમે તેજસ્વી રંગો પસંદ કરી શકો છો. આ સિઝનમાં સફેદ અને આછા રંગના કપડા પહેરવાનું ટાળવા જોઈએ. કારણ કે આછા રંગો પર વરસાદના ડાઘ જલ્દી પડે છે. માટે વરસાદી માહોલમાં ઘાટા રંગો પસંદ કરો. તમે ન્યુટ્રલ્સ સાથે ગુલાબી, બ્લૂઝ, નારંગી અને પીળા જેવા રંગો પસંદ કરી શકો છો.

2) યોગ્ય ફેબ્રિક પસંદ કરો

વરસાદની ઋતુમાં બેક્ટેરિયાના ચેપનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો યોગ્ય કપડાંની પસંદગી કરવામાં ન આવે, તો ચેપ વધી શકે છે. ચોમાસા માટે કોટન શ્રેષ્ઠ અને સલામત ફેબ્રિક છે અને તે સુંદર પણ લાગે છે. મહિલાઓ માટે સુતરાઉ કપડાં પહેરવા માટે વરસાદની ઋતુ શ્રેષ્ઠ સમય છે. જો તમે પાર્ટીમાં જઈ રહ્યા છો, તો તમે કોટનની સાડી પહેરી શકો છો. સુતરાઉ ડ્રેસને સારી રીતે સ્ટાઈલ કરી શકો છો.

3) આરામદાયક પોશાક પસંદ કરો

આ સિઝનમાં ઢીલા અને આરામદાયક પોશાક પસંદ કરો. જો તમે ફીટ કપડાં પહેરો છો, તો ભીના થયા પછી તે કપડાં વધુ ફીટ થઈ જાય છે. આ તમારી ત્વચાને શ્વાસ લેતા અટકાવે છે. જે ફોલ્લીઓ અથવા એલર્જીનું કારણ બને છે. તમારા આઉટફિટને યુનિક લુક આપવા માટે તમે લૂઝ-ફિટિંગ કપડાં પસંદ કરી શકો છો. લૂઝ શર્ટ, કુર્તી અને મોટા કદના જેકેટ આ સિઝનમાં સારો વિકલ્પ છે.

આ સિવાય આરામદાયક ફૂટવેર પર ધ્યાન આપો

વરસાદની ઋતુમાં યોગ્ય ફૂટવેર પહેરવા જરૂરી છે, જે સલામત હોવાની સાથે આરામદાયક પણ છે. આ સમય દરમિયાન તમારે હાઈ હીલ્સ, સ્ટિલેટોસ અને અન્ય કોઈપણ પ્રકારના બંધ શૂઝ ટાળવા જોઈએ. આ સિઝનમાં શ્રેષ્ઠ છે રબરના બૂટ, જેલી શૂઝ અને ફ્લિપ-ફ્લોપ સારો વિકલ્પ છે. ઉપરાંત, તમારા પગને સૂકા અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફ મોજાં પહેરો.

Back to top button