AMCદ્વારા હવે ફ્લાવર વેલીનું આયોજન, 2 વર્ષ સુધીના બાળકોને મળશે મફત પ્રવેશ,જાણો શું છે વિશેષતા
AMCદ્વારા ફલાવર શો બાદ હવે ફ્લાવર વેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નિકોલમાં આજથી ફ્લાવર વેલી ગાર્ડનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે મેયરના હસ્તે ફ્લાવર વેલીનો આરંભ કરવામાં આવ્યો છે. આ ફ્લાવર વેલીમાં કોસ્મોસના રંગબેરંગી ફૂલોથી ગાર્ડન સજ્જ કરવામાં આવ્યું છે. જે જોઈને કદાચ તમને ફ્લાવર શોની યાદ આવી જશે.
મેયર હસ્તે ફ્લાવર વેલીનો આરંભ
અમદાવાદના નિકોલ ફ્લાવર વેલી ગાર્ડનનો મેયર કિરીટ પરમારના હસ્તે આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે સહિત AMCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
12 વર્ષ સુધીના બાળકોને મફત પ્રવેશ
અમદાવાદવાસીઓ અને 1 મહિના સુધી ફ્લાવર વેલીની મજા માણી શકશે. આ ફ્લાવર વેલીમાં 12 વર્ષ સુધીના બાળકોને મફત પ્રવેશ આપવામાં આવશે. તેમજ 12 વર્ષથી મોટા વ્યક્તિ માટે રૂપિયા 10 ટિકિટ છે.
સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી રહેશે ખુલ્લો
આજથી લોકો માટે નિકોલમાં ફ્લાવર વૅલી ગાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ગાર્ડનમાં કોસ્મોસના રંગબેરંગી ફૂલોથી સજ્જ કોસ્મોસ વૅલી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. અહી લોકોને સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી પ્રવેશ મળશે.
1 મહિના સુધી ફ્લાવર વેલીની મજા માણી શકાશે
મહત્વનું છે કે AMC દ્વારા ફલાવર શો બાદ હવે ફલાવર વેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્રથમ વખત ફ્લાવર વૅલીનું આયોજન કરાતા અમદાવાદીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદવાીઓ 1 મહિના સુધી ફ્લાવર વેલીની મજા માણી શકશે.
આ પણ વાંચો : ગાંધીનગર : ભેંસના પૈસાની તકરારમાં ભૂવાએ પરિવારને અંધશ્રધ્ધાની જાળમાં ફસાવી રુ. 62 હજાર પડાવી લીધા