અમદાવાદ-રાજકોટ વચ્ચે ફલાઇટ શરૂ થશે, જાણો ભાડું અને સમય
- 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે
- ઇન્ડિગો કંપની દ્વારા ફલાઇટ શરૂ કરવામાં આવશે
- રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે
અમદાવાદ-રાજકોટ વચ્ચે ફલાઇટ શરુ થવા જઇ રહી છે. જેમાં અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે. તેમજ ફલાઇટનું બુકિંગ શરૂ થયું છે. ત્યારે 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે. જેમાં ઇન્ડિગો કંપની દ્વારા ફલાઇટ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના આ રોડને રૂ.4.75 કરોડના ખર્ચે સિંધુભવન રોડ જેવો આઇકોનિક બનાવાશે
31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે
ઉલ્લેખનીય છે કે 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે. જેમાં ફલાઇટનું બુકિંગ પણ શરૂ થયું છે. રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે. આ રૂટ પર લાંબા સમયથી ફ્લાઇટ સેવા શરૂ કરવાની વાતો વચ્ચે હવે ઇન્ડિગો દ્વારા આગામી 31મી માર્ચથી વિમાન સેવા શરૂ કરવામાં આવી રહી છે અને બુકિંગ વેબસાઇટ પર ફ્લાઇટનું ભાડું રૂ.3160 આસપાસ દર્શાવી રહ્યું છે. ઇન્ડિગોની ફ્લાઇટ 6E 7295 અમદાવાદથી બપોરે 2.35 વાગ્યે ઉડાન ભરશે અને રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર 3.30 વાગ્યે લેન્ડ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી ફલાઇટ 6E 7296 બપોરે 3.50 વાગ્યે ટેક ઓફ થશે
રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી ફલાઇટ 6E 7296 બપોરે 3.50 વાગ્યે ટેક ઓફ થશે અને બપોરે 4.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે. અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં SGVP એરપોર્ટથી અનેક સીધી ફ્લાઈટો શરુ કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી ઔરંગાબાદની બંધ કરેલી ફ્લાઈટને પણ ફરી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 માર્ચ, 2024થી આ ફ્લાઈટ શરુ થતા બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટીની સાથોસાથ પ્રવાસીઓ પણ વધશે.