ટ્રેન્ડિંગફન કોર્નરવીડિયો સ્ટોરી

આખરે પૈસોં કા પેડ મિલ હી ગયા, જુઓ વીડિયો

Text To Speech

બિહાર, 15 ફેબ્રુઆરી : ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ પૈસા માંગે છે, ત્યારે લોકો કટાક્ષમાં કહેતા હોય છે કે, મેરે પાસ પૈસોં કા પેડ નહીં હે અથવા પૈસે પેડ પે નહીં ઊગતે. એ પણ સાચું છે કેમ કે પૈસાનું ઝાડ નથી હોતું. પરંતુ દુનિયામાં ઘણીવાર ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક અનોખું વૃક્ષ છે જેમાં પૈસા ઉગ્યા છે અને લોકો તે ઝાડ પરથી સિક્કા કાઢતા જોવા મળે છે. પરંતુ, આનું સત્ય કંઈક અલગ જ છે.

સોશિયલ મીડિયા પરનો આ વીડિયો બિહારના રાજગીરનો હોવાનું માનવામાં આવે છે, જેમાં કેટલાક લોકો ઝાડ પરથી સિક્કા કાઢતા જોવા મળે છે. કહેવાય છે કે આ એક ‘મની ટ્રી’ છે. આ ઉપરાંત, આ લેટેસ્ટ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો ઝાડના થડમાંથી પથ્થરો મારીને સિક્કા કાઢી રહ્યા છે. એવું લાગે છે કે આ સિક્કા ઝાડ પર ઉગ્યા છે.

ચાલો જાણીએ આ પાછળનું સત્ય શું છે એ, વાસ્તવમાં આ વૃક્ષ વિશે એવી માન્યતા છે કે તેના થડમાં સિક્કા લગાવવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે લોકો દાયકાઓથી આ ઝાડના થડમાં સિક્કા દાટી રહ્યા છે. આ ઝાડનું થડ ટોચ સુધી સિક્કાઓથી ભરેલું છે. જ્યારે @anantbihari ID ધરાવતા એક વ્યક્તિ દ્વારા આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો ત્યારે લોકોએ તેના પર ઘણી કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું.

ઘણા લોકોએ કોમેન્ટ્સ કરતાં લખ્યું કે આખરે પૈસાનું ઝાડ જોઈ લીધું. કેટલાકે કહ્યું કે સિક્કા પાછા ખોદીને કાઢવા એ લોકોની આસ્થાની મજાક છે. તો કોઈક એ કહ્યું કે, આજ સુધી તો ખાલી કહેવત સાંભળી હતી કે પૈસા ઝાડ પર ઊગે છે પરંતુ આજે જોઈ પણ લીધું, તો કોઈએ લખ્યું ભાઈનો આખો પરિવાર પૈસા ખોદકામમાં લાગ્યો છે.

આ પણ વાંચો : હવે ડૉક્ટર પણ આવું કરે તો કોના ઉપર વિશ્વાસ રાખવાનો?

Back to top button