આખરે રાહુલ ગાંધીના કેમ્બ્રિજમાં આપેલા નિવેદન અંગે કરી સ્પષ્ટતા, ‘દેશ અંગે કોઇ વાત નથી’


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં આપવામાં આવેલા નિવેદનના કારણે સત્તા પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સંસદમાં સતત સંઘર્ષ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના નિવેદનો પર મૌન તોડ્યું છે. વિદેશ મંત્રાલયની બેઠકમાં તેમણે લંડનમાં આપેલા પોતાના નિવેદનો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમનું નિવેદન એક વ્યક્તિ વિશે છે. તે સરકાર કે દેશની વાત નહોતી.
છેલ્લા ઘણાં દિવસોથી સંસદથી લઈ સડક સુધી રાહુલ ગાંધીના નિવેદનનો મુદ્દો ઉઠી રહ્યો છે ત્યારે રાહુલે આ સ્પષ્ટતા ત્યારે આપી જ્યારે ભાજપના સાંસદોએ લંડનના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો. જેના કારણે ફરી એકવાર રાહુલ ગાંધીની સ્પષ્ટતા આવતાં સરકાર સામે અને દેશ સામે પોતાની સ્પષ્ટીકરણ કરી દીધું છે.
ભારતના G-20 પ્રમુખપદ પર શનિવારે વિદેશ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. રાહુલ ગાંધી અને વિપક્ષના તમામ નેતાઓ અહીં હાજર હતા. આ દરમિયાન ભાજપના સાંસદો અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપએ પણ રાહુલના વિદેશમાં આપેલા નિવેદનો પર આકરા પ્રહારો કર્યા હતા. આ પછી જ રાહુલે પોતાનું સ્પષ્ટીકરણ નિવેદન જારી કર્યું હતું.
આ પણ વાંચો : છેલ્લા પાંચ દિવસથી સંસદ ન ચાલતા સામાન્ય જનતાના 50 કરોડ રૂપિયા પર પાણી ફરી વળ્યું