ટોપ ન્યૂઝનેશનલ

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ અને તેના 6 સાથીઓની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ બંધ

Text To Speech

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની પંજાબ પોલીસે શનિવારે બપોરે જાલંધરના મહેતપુર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તેની સાથે અન્ય 6 લોકો પણ ઝડપાયા છે. પોલીસે આ ધરપકડ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા સંબંધિત એફઆઈઆરમાં કરી છે. સંવેદનશીલતાને જોતા પંજાબ પોલીસે ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. મળતી માહિતી મુજબ અમૃતપાલને પકડવા માટે પોલીસની 100 ગાડીઓ પાછળ હતી. પરંતુ તે નાકોદરમાં ઝડપાયો હતો. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબના વરિન્દર સિંહે લવપ્રીત સિંહ અને અમૃતપાલ સહિત તેના 30 સમર્થકો પર અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ લવપ્રીત અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપીને પોલીસે પહેલા જ છોડી દીધો હતો, પરંતુ લવપ્રીતને છોડાવવા માટે અમૃતપાલે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરવાની ચેતવણી આપી હતી. અમૃતપાલ તેમના સમર્થકો સાથે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પવિત્ર સ્વરૂપ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ બેરિકેડ તોડીને પોલીસ સ્ટેશન પર તલવારો અને બંદૂકો વડે હુમલો કર્યો હતો, જેમાં એસપી સહિત છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

Back to top button