પોર્ટુગલ માટે રોનાલ્ડોનું વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટ્યું અને પોતાના આંસુથી દુનિયાભરના ફેન્સને રડાવી ગયો !
ફીફા વર્લ્ડકપ હવે તેના અંતિમ ચરણમાં છે. ત્યારે નોક આઉટ રાઉન્ડમાં સૌથી મોટી અપસેટ અને ફૂટબોલના સ્ટાર ખેલાડી એવા રોનાલ્ડોના વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટી ગયું છે. ભારે રોમાંચક મુકાબલામાં મોરક્કોએ 42મી મિનિટે યોસ્સોફ એન-નેસીરીના ગોલને સહારે લીડ મેળવી હતી. જે વિજયી સાબિત થઈ હતી.
કતારના અલ થુમામા સ્ટેડિયમમાં પોર્ટુગલ અને મોરોક્કોની ટીમ વચ્ચે ત્રીજી કવાર્ટર ફાઈનલ મેચ શરુઆત થઈ હતી. મોરોક્કોની ટીમની આ ઈતિહાસની પહેલી કવાર્ટર ફાઈનલ મેચ હતી. આ મેચમાં રોનાલ્ડોની પોર્ટુગલ ટીમ જીત માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. પોર્ટુગલે ફરીવાર રોનાલ્ડોને સ્ટાર્ટિંગ લાઈનઅપમાં સામેલ કર્યો હતો.
કોચ ફર્નાન્ડેસ સાન્તોસે તેને 51મી મિનિટે મેદાનમાં ઉતાર્યો હતો. જોકે તે કમાલ દેખાડી શક્યો નહતો અને તેની ટીમ હારી ગઈ હતી. મોરક્કોએ આ સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેઓ ફ્રાન્સ અને જર્મની વચ્ચેની ક્વાર્ટર ફાઈનલના વિજેતા સામે ટકરાશે.
મોરક્કોની ટીમ વર્લ્ડકપના ઈતિહાસમાં સેમિ ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ આફ્રિકન ટીમ બની હતી. મોરક્કોની સફળતાના પગલે સમગ્ર આરબ વર્લ્ડમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતુ.
પોર્ટુગલના બ્રુનો ફર્નાન્ડેસને ગોલ ફટકારવાની તક મળી હતી. જોકે તેના પ્રયાસ પર બોલ ગોલ પોસ્ટને ટકરાઈને બહાર જતો રહ્યો હતો. છેલ્લી ચાર મિનિટ બાકી હતી, ત્યારે મોરક્કોના વાદિલ ચેદ્દિરાને બીજા યલો કાર્ડની સાથે રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે આ તકનો ફાયદો પણ પોર્ટુગલ ઉઠાવી શક્યું ન હતુ.
આ પણ વાંચો : FIFA 2022: પાંચ વખત ચેમ્પિયન બ્રાઝિલને હરાવી ક્રોએશિયાનો સેમી ફાઇનલમાં પ્રવેશ