સ્પોર્ટસ

FIFA 2022: મેસીની ટીમ સેમિફાઈનલમાં, પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી નેધરલેન્ડ હાર્યુ

Text To Speech

FIFA વર્લ્ડ કપ 2022 સિઝનમાં, શુક્રવારે મોડી રાત્રે ખૂબ જ રોમાંચક બીજી ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી. આ મેચમાં લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાની ટક્કર નેધરલેન્ડ સાથે ટક્કર હતી. જે મેચ ખૂબ જ રોમાંચ સાથે આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે સેમિફાઈનલ

હવે મેસ્સીની ટીમ આ વખતે ચેમ્પિયન બનવાથી બે જીતથી દૂર છે. ત્યારે આ અગાઉ તે જ દિવસે ક્રોએશિયાની પણ બ્રાઝિલ સાથે મેચ યોજાઈ હતી જેમાં ક્રોએશિાયએ પાંચ વખતની ચેમ્પિયન રહેલ બ્રાઝિલને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે. આથી હવે આર્જેન્ટિનાની ટીમ હવે સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે ટકરાશે. ત્યારે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે આ સેમીફાઇનલ મેચ 13 ડિસેમ્બરે બપોરે 12.30 કલાકે રમાશે.

 4-3થી જીતી આર્જેન્ટિનાએ નેધરલેન્ડને હરાવ્યું

આર્જેન્ટિના VS નેધરલેન્ડના બીજા હાફમાં આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. નેધરલેન્ડની ટીમે 83મી મિનિટે પ્રથમ ગોલ કરીને મેચ 2-1થી બરાબરી કરી હતી. બાઉટ બેગહોર્સ્ટે આ ગોલ સર્જિયો બર્ગહોસ પાસે હેડર વડે કર્યો હતો. આ પછી, નિર્ધારિત 90 મિનિટ પછી, આર્જેન્ટિનાના કોર્ટમાં મેચ 2-1થી બરાબરી કરી હતી.

જે બાદ ઈન્જરી ટાઈમની લગભગ છેલ્લી મિનિટોમાં નેધરલેન્ડે બીજો ગોલ કરીને મેચ 2-2થી બરાબરી કરી હતી. આ ગોલ પણ બેગોર્સ્ટે 90મી + 11મી મિનિટે કર્યો હતો. આ પછી વધારાના સમયમાં પણ મેચનું પરિણામ આવ્યું ન હતું. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મેચ 4-3થી જીતી લીધી હતી.

આ પણ વાંચો: FIFA 2022: પાંચ વખત ચેમ્પિયન બ્રાઝિલને હરાવી ક્રોએશિયાનો સેમી ફાઇનલમાં પ્રવેશ

મેસીએ રચ્યો ઈતિહાસ

મેસી-HUM DEKHENGE NEWS
મેસીએ રચ્યો ઈતિહાસ

મેસ્સીના વર્લ્ડ કપ ઈતિહાસમાં 10 ગોલ છે. આ સાથે મેસ્સીએ પૂર્વ દેશબંધુ ગેબ્રિયલ બતિસ્તુતાની બરાબરી કરી લીધી છે. મેસ્સી અને ગેબ્રિયલ હવે સંયુક્ત રીતે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાના ખેલાડી બની ગયા છે.મેરાડોનાએ વર્લ્ડ કપમાં 8 ગોલ કર્યા છે. મેસ્સીએ આ સિઝનમાં અત્યાર સુધીનો ચોથો ગોલ કર્યો છે.

Back to top button