FIFA 2022: મેસી સાથે વિવાદ કરનાર રેફરી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બાહર, FIFAનો મોટો નિર્ણય


ફિફા વર્લ્ડ કપ 2022માં પ્રથમ સેમિફાઇનલ પહેલા જ વિવાદ થયો છે. મોડી રાત્રે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે મેચ છે. આ દરમિયાન FIFA એ લીધો મોટો નિર્ણય લીધો છે અને વિવાદાસ્પદ રેફરી માટુ લાહોઝને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ ત્યારે થયું જ્યારે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ માટુ લાહોઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: FIFA 2022: મેસીની ટીમ સેમિફાઈનલમાં, પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી નેધરલેન્ડ હાર્યુ
શું હતો સમગ્ર બનાવ?
આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં માટુ લાહોઝ રેફરી હતા અને તેમના ઘણા નિર્ણયો વિવાદનું કારણ બન્યા હતા. તે લિયોનેલ મેસ્સી સહિત અન્ય આર્જેન્ટિનાના ખેલાડીઓ સાથે પણ ઝઘડો થયો હતો. આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં સ્પેનિશ રેફરી માટુ લાહોઝે કુલ 15 યલો કાર્ડ બતાવ્યા જેમાંથી એક લિયોનેલ મેસ્સીને પણ બતાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં રેફરીના ઘણા નિર્ણયોને કારણે મેદાનમાં હંગામો થયો હતો.

લિયોનેલ મેસીએ કરી ફરિયાદ
હવે ફિફા દ્વારા માટુ લાહોઝ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને વર્લ્ડ કપની બાકીની ચાર મેચોમાં કોઈ ફરજ સોંપવામાં આવી નથી. હજુ બે સેમીફાઈનલ, ત્રીજા સ્થાનની મેચ અને ફાઈનલ મેચ બાકી છે. નેધરલેન્ડ સામેની મેચ બાદ લિયોનેલ મેસીએ કહ્યું કે તે રેફરી વિશે વાત કરવા નથી માંગતો, કારણ કે જો તમે રેફરી વિશે કંઇક બોલશો તો તે કાર્યવાહી કરશે. પરંતુ ફિફાએ તેમના વિશે વિચારવું જોઈએ, કારણ કે તેઓ રેફરી તરીકે યોગ્ય નથી.
તમને જણાવી દઈએ કે આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી આવ્યું હતું, જેમાં આર્જેન્ટિનાનો વિજય થયો હતો. હવે આર્જેન્ટિનાએ પ્રથમ સેમિફાઇનલમાં ક્રોએશિયાનો સામનો કરવાનો છે. મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે, તેથી તેના માટે વર્લ્ડ કપનું સપનું પૂરું કરવાની આ છેલ્લી તક છે.